રાણાવાવના રાણાવડવાળા ગામમાં ધમધમતી દેશી દારૂની હાટડીઓ પર પોલીસના દરોડા
દારૂ બનાવનાર હાજર નહી મળતા દેશી દારૂ, આથો તથા દારૂ બનાવવાવાના સાઘનો મળી કુલ રૂા.૧૯૯૮૦નો મુદ્દામાલ કબ્જે કર્યો
(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.ર૦
રાણાવાવ પોલીસે રાણાવાવ તાલુકાના રાણા વડવાળા ગામમાં ધમધમતી દેશી દારૂની અલગ અલગ ત્રણ ભઠ્ઠી પકડી પાડી ૧૯,૯૮૦નો મુદ્દામાલ કબ્જે કરી રાણા વડવાળાના ત્રણેય દારૂના ધંધાર્થી ઈસમો સામે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુંન્હો રજીસ્ટર કરેલ. જૂનાગઢ રેંજના પોલીસ મહા નિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાનાઓ દ્વારા પોરબંદર જિલ્લામાં પ્રોહી/જુગાર ની બદીને નેસ્ત નાબૂદ કરવા ખાસ સૂચના કરેલ જે સુચના અન્વયે રાણાવાવ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ધુવલ સી. સુતરીયાનાઓના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન. તળાવીયાનાઓ દ્વારા રાણાવાવ પોલીસ સ્ટાફને પ્રોહી.ની પ્રવૃતિઓ કરતા ઈસમોને ત્યાં રેઇડ કરવા સુચના કરવામાં આવેલ. જે અન્વયે રાણાવાવ પોલીસ સબ ઇન્સ્પેકટર આર.વી. મોરી તથા સર્વેલન્સ સ્ટાફના માણસો રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ કોન્સ્ટેબલ સંજયહ વાલાભાઇ તથા સરમણ દેવાયત તથા જયમલ સામતભાઈનાઓને મળેલ સંયુક્ત હકિકત આધારે રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાણા વડવાળા ગામમાં ધમધમતી દેશી દારૂની અલગ અલગ ત્રણ ભઠ્ઠીની હકીકત વાળી જગ્યાએ સર્ચ કરી રેઈડ કરતા (૧) હાજર નહી મળેલ રાજુ કીશોરભાઇ ફળદુ રહે.રાણા વડવાળા ગામ ત.રાણાવાવ વાળાની ભઠ્ઠીમાંથી દેશી દારૂ લી ૮૦ તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ કિ.રૂ.૨૧૦૦/-નો મુદામાલ મળી આવેલ અને બીજી રેઇડમાં હાજર નહી મળેલ રાજુ મેણંદ ભાઇ રાતીયા રહે.રાણા વડવાળા ગામ ત.રાણાવાવ વાળાની ભઠ્ઠીમાં થી દારૂ બનાવવાનો આથોલી.૩૦૦ તથા દેશી દારૂ લીટર-૧૫ તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ કિ.રૂા.૧૨૭૩૦/-નો મુદામાલ મળી આવેલ જ્યારે ત્રીજી રેઈડમાં (૩) હાજર નહી મળેલ જયમલ ભરતભાઇ ઓડેદરા રહે.રાણા વડવાળા ગામ ત.રાણાવાવ વાળા ની ભઠ્ઠીમાંથી દારૂ બનાવવાનો આથો લી.૧૯૦ તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ કિ.રૂા.૫૧૫૦/- નો મુદામાલ મળી આવેલ મળી આવતા કુલ રૂા.૧૯૯૮૦નો મોદ્દામલ કબ્જે ત્રણેય વિરૂધ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુન્હા રજીસ્ટર કરેલ છે. આ કામગીરી કરનાર અધિ./કર્મચારીઓમાં રાણાવાવ પો.સ્ટે.ના પો.ઇન્સ. એન.એન.તળાવીયા તથા પો.સબ.ઇન્સ. આર.વી.મોરી તથા પો.હેડ.કોન્સ. બી.જે.દાસા તથા પો.કોન્સ. સંજય વાલાભાઇ, સરમણ દેવાયતભાઇ, જયમલ સામતભાઇ, ભરત કાનાભાઇ દ્વારા કરવામાં આવેલ હતી.


