જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો મેઈલ, કોર્ટ પરિસર ખાલી કરાવી સર્ચ ઓપરેશન હાથ ધરાયુ .

બોમ્બની ધમકીને લઈને કોર્ટની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી

જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો મેઈલ, કોર્ટ પરિસર ખાલી કરાવી સર્ચ ઓપરેશન હાથ ધરાયુ .

​જૂનાગઢ શહેરની સુરક્ષા વ્યવસ્થાને પડકાર ફેંકતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે. કોર્ટના સત્તાવાર ઈ-મેલ આઈડી પર મેલ આવ્યો છે કે 2:10 વાગ્યે ત્રણ બોમ્બ કોર્ટમાં ફૂટશે. મેલ મળતાની સાથે જ કોર્ટના અધિકારીઓએ તુરંત પોલીસ વિભાગને જાણ કરી હતી, જેના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે ઉતરી પડ્યો હતો.

ધમકીભર્યા મેલની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જૂનાગઢ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ધોરણે કોર્ટ પરિસરે પહોંચી ગઈ હતી. સાવચેતીના ભાગરૂપે પોલીસે સમગ્ર કોર્ટ બિલ્ડિંગને ખાલી કરાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી. વકીલો, અસીલો અને કોર્ટ સ્ટાફને તાબડતોબ સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી હતી. અચાનક કોર્ટ ખાલી કરાવવામાં આવતા લોકોમાં થોડા સમય માટે ભય અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસે કોર્ટના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ સીલ કરી દઈને સુરક્ષા કોર્ડન ગોઠવી દીધું છે.