બીલખા નજીક બિનવારસુ કારમાંથી વિદેશી દારૂની 1776 બોટલ ઝડપાઈ : રૂા.13,30,336નો મુદ્દામાલ જપ્ત
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.9
જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા તથા મદદનીશ પોલીસ અધિક્ષક રોહીતકુમાર, વિસાવદર વિભાગના માર્ગદર્શન હેઠળ પ્રવર્તમાન સમયમાં દેશી તથા વિદેશી દારૂની બદીને નેસ્ત નાબુદ કરવા અને આવી પ્રવૃતિ કરતાં ઇસમોને દબોચી લઇ ગે.કા.પ્રવૃતીને સંપુર્ણપણે ડામી દેવા સુચના કરેલ હોય જે અન્વયે બીલખા પોલીસ સ્ટેશનનાં પો.ઇન્સ. એન.એન.ચુડાસમા તથા પોલીસ સ્ટાફના માણસો નાઈટમાં પેટ્રોલીંગમાં હોઇ તે દરમ્યાન સંયુક્તમાં ખાનગી રાહે અંગત બાતમીદારોથી મળેલ બાતમી હકીકત આધારે નવા પીપળીયા ગામ પાસે આવેલ પેટ્રોલ પંપની બાજુમાં એક સફેદ કલરની ફોરવ્હીલ કાર જેના રજી નં. GJ-03-NK-3681 શંકાસ્પદ હાલતમાં પડેલ હોય અને સદરહું ફોરવીલ કારમાં ભારતીય બનાવટના ઈગ્લીશ દારૂની અલગ-અલગ કંપનીની 180 એમ.એલની બોટલ નંગ.-1776 જેની રૂા.-3,30,336નો પ્રોહી.મુદ્દામાલ તથા ઉપરોક્ત ફોરવીલ કાર રૂા.-10,00,000 મળી કુલ રૂા.-13,30,336નો મુદ્દામાલ પકડી પાડી સદરહું ફોરવીલ કારનો ચાલક તથા સદરહું દારુનો જથ્થો મોકલનાર તથા તપાસમા ખુલે તેઓ સામે પ્રોહી એકટ મુજબ બીલખા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ રજી. કરી વધુ તપાસ હાથ ધરી છે.


