પદયાત્રા સંઘ પર વાહન ફરી વળતા ચાર યાત્રાળુના મોત
મોરબી જીલ્લામાં માળીયા પીપળીયા નજીક
બ્યુરો) મોરબી, તા.૧૭
મોરબી જિલ્લા માળીયા પીપળીયા હાઇવે ઉપર આવેલ ચાચાવદરડા ગામના પાટીયા પાસે પેટ્રોલ પંપ નજીકથી પદયાત્રીઓનો સંઘ પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે પાંચ પદયાત્રીઓને હડફેટે લેતા જે પૈકીનાં ચાર વ્યક્તિઓના મોત નીપજ્યા છે
આજે વહેલી સવારે માળીયા પીપળીયા હાઇવે ઉપર આવેલ ચાચાવદરડા ગામના પાટીયા પાસે પેટ્રોલ પંપ નજીકથી પદયાત્રીઓનો સંઘ પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલાકે પદયાત્રીઓના સંઘને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં પાંચ પદયાત્રીઓને હડફેટે લીધા હતા જે પૈકીનાં ચાર પદયાત્રીઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે ઇજા પામેલા એક પદયાત્રીને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા.
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તથા દિયોદર તાલુકા વિસ્તારમાંથી પદયાત્રીઓનો સંઘ માળીયા-પીપળીયા હાઇવે થઈને દ્વારકા દર્શન કરવા માટે જઈ રહ્યો હતો.
માળીયા તાલુકાનાં સરવડ અને ચંચાવદરડા ગામ વચ્ચે સર્જાયેલ અકસ્માતના આ બનાવમાં નવા દિયોદર ગામે રહેતા ચૌધરી દિલીપભાઈ રાયાભાઈ (૨૮), ચૌધરી હાદિર્કભાઈ માલાભાઈ (૨૮), ભગવાનભાઈ લાલાભાઇ ચૌધરી (૬૫) અને અમરાભાઇ લાલાભાઇ ચૌધરી (૬૨) નામના ચાર વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજયાં હતા.


