આત્મનિર્ભર ભારત માટે ગુજરાતમાં તા.રપ ડિસેમ્બર સુધી જનઆંદોલન અભિયાન ચલાવાશે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ પાટીલે પત્રકાર પરીષદમાં જાહેરાત કરી

આત્મનિર્ભર ભારત માટે ગુજરાતમાં તા.રપ ડિસેમ્બર સુધી જનઆંદોલન અભિયાન ચલાવાશે
GUJARAT JAGRAN

(બ્યુરો)         ગાંધીનગર તા.ર૬:
કમલમ ખાતે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખની પત્રકાર પરિષદ આર્ત્મનિભર અભિયાનને જનઆંદોલન બનાવવા રપ સપ્ટેમ્બરથી રપ ડીસેમ્બર સુધી આર્ત્મનિભર ભારત અંગેનું અભિયાન ચલાવાશે. જે દરમ્યાન સતત કાર્યક્રમો ચાલતા રહેશે. સ્વદેશી અપનાવો ભારતને આર્ત્મનિભર બનાવો તેવો પ્રચાર થશે. લોકોને સ્વદેશી વસ્તુ ખરીદવા હાકલ કરાશે. લોકોને ભારતમાં બનેલી વસ્તુ લેવા શપથ લેવાડાવાશે. સ્વદેશી અંગેના સ્ટીકરો ઠેર ઠેર લગાવશે. ભાજપના કાર્યકરો, સ્વદેશી વસ્તુ વેચનાર વેપારીઓને સર્ટીફીકેટ અપાશે. કાલે પહેલી અમૃત ભારત ટ્રેનને લીલીઝંડી અપાશે. લોકલ ફોર વોકલને પ્રોત્સાહન આપવા ગુજરાત ભરમાં પ્રચાર કરાશે. આર્ત્મનિભર ભારત બનશે તો જ દેશનો વિકાસ થશે. સંરક્ષણ સહિતના ક્ષેત્રે 
ભારત આર્ત્મનિભર બન્યુ છે, 
એટલું જ નહી ભારત મોબાઇલની પણ મોટા પ્રમાણમાં નિકાસ કરી રહયું છે. વડાપ્રધાનના આર્ત્મનિભર અભિયાનની ગુજરાતમાં સફળ બનાવવા તનતોડ પ્રયાસો થઈ રહ્યા છે.