જૂનાગઢમાં અક્ષર મંદિર પાસે કાર થાંભલા સાથે અથડાતા અકસ્માત
જૂનાગઢ તા. ૮
જૂનાગઢ શહેરનાં ટ્રાફીકથી સતત ધમધમતા વિસ્તાર એટલે મોતીબાગથી ટીંબાવાડીનાં આ માર્ગ ઉપર ગઈકાલે મોડી રાત્રીનાં બનેલા એક બનાવમાં એક કાર અકસ્માત સર્જાયો હતો. જે અંગેની પ્રાથમિક વિગત અનુસાર અક્ષર મંદિર પાસે મોતીબાગ તરફ જવાનાં રસ્તા ઉપર આવેલ એક સ્ટ્રીટ લાઈટનાં પોલ સાથે કાર અથડાઈ હતી અને પલ્ટી મારી ગઈ હતી. આ બનાવને પગલે લોકો એકઠા થઈ ગયા હતાં. અને જરૂરી મદદ પુરી પાડવામાં આવી હતી.


