રાજકોટ-અમદાવાદ-વડોદરા આરટીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
અમદાવાદ તા.૦૬
અમદાવાદ, રાજકોટ અને વડોદરા RTOને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ધમકી મળતા RTO ખાલી કરાવવામાં આવ્યું છે. ટ્રેક ટેસ્ટ માટે આવેલા હજારો લોકોને પણ પરત મોકલવામાં આવ્યા છે. હાલમાં તમામ RTOમાં પોલીસ દ્વારા બોમ્બ-ડોગ સ્કવોડને સાથે રાખીને તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટ (ઘી કાંટા)ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ત્રણ ગાડીઓ કોર્ટ સંકુલમાં પહોંચી ગઈ હતી. આખી બિલ્ડિંગ ખાલી કરાઈ સર્ચ કરતા કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.
ગુજરાત હાઇકોર્ટ, ગ્રાહક કોર્ટ, તથા નવરંગપુરામાં આવેલી ગ્રામ્ય કોર્ટને ઉડાવવાની ધમકી મળી હતી. ઇ-મેલ મારફતે કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી હતી. ધમકી મળતા નવરંગપુરા પોલીસ અને બોમ્બ ડોગ સ્કવોડે તપાસ હાથ ધરી હતી.


