નવરાત્રિના પ્રથમ દિવસે વ્યાપક વેચાણ થયું, અમદાવાદમાં ૮૦૦થી વધુ ફોરવ્હીલર અને ૨૦૦૦થી વધારે ટુ વ્હીલરનું વેચાણ

નવરાત્રિના પ્રથમ દિવસે વ્યાપક વેચાણ થયું, અમદાવાદમાં ૮૦૦થી વધુ ફોરવ્હીલર અને ૨૦૦૦થી વધારે ટુ વ્હીલરનું વેચાણ
Shutterstock

(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા.૨૩
નવરાત્રિના પ્રારંભ સાથે લોકોને GSTના ઘટાડાના અમલીકરણથી લોકોમાં રાહત થઈ છે. ખાસ કરીને ઓટો મોબાઈલમાં GST ઘટાડો થતા દિવાળી પહેલા દિવાળીનો માહોલ ઓટો ડીલરને ત્યાં જાેવા મળ્યો. ટુ વ્હીલર અને ફોર વ્હીલર ખરીદી કરવા ગ્રાહકોનો ધસારો વધ્યો છે. નવરાત્રિના પ્રથમ દિવસે અમદાવાદ શહેરમાં ૮૦૦થી વધુ ફોરવ્હીલર અને ૨૦૦૦થી વધારે ટુ વ્હીલરનું વેચાણ થયું હોવાનું સામે આવ્યું છે.
કેન્દ્ર સરકારની જીએસટી ઘટાડાની ભેટ ઓટો ઇન્ડસ્ટ્રીમાં નવું આશાનું કિરણ લઈને આવી છે. મા અંબેની આરાધનાનું પર્વ નવરાત્રિનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આજથી જીએસટી ઘટાડાનો લાભ પણ દેશવાસીઓને મળ્યો તેની સીધી અસર ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં જાેવા મળી હતી. સવારથી જ શહેરના વિવિધ શો રૂમમાં પોતાનું નવું વ્હીકલ ખરીદવા માટે ધસારો વધ્યો છે.
સરકારે જે રીતે જીએસટીમાં ઘટાડો કર્યો છે તેનાથી ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં દિવાળી પહેલા જ દિવાળી આવી છે. ટુ વ્હીલરમાં ૮૦૦૦ રૂપિયાથી લઈને ૧૫૦૦૦ રૂપિયા સુધીનો ઘટાડો જાેવા મળ્યો છે તો બીજી તરફ ફોર વ્હીલરમાં પણ ૫૫ હજાર રૂપિયાથી લઈને અઢી લાખ રૂપિયા સુધીનો ફાયદો ગ્રાહકોને મળશે. જીએસટી ભાવ ઘટાડાને લઈને આજે નવરાત્રિના પ્રથમ દિવસે અમદાવાદ શહેરમાં ૮૦૦થી વધુ ફોરવીલર અને ૨૦૦૦થી વધારે ટુ વ્હીલરનું વેચાણ થયું છે. જ્યારે સમગ્ર રાજ્યમાં આજે અંદાજિત ૨૫૦૦ અને ૮૦૦૦ થી પણ વધારે ટુ-વ્હીલરનું વેચાણ થયું છે તો આગામી ૧૦ દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં ૪૦૦૦ કાર અને ૧૫,૦૦૦થી વધુ ટુવિલર જ્યારે રાજ્યભરમાં ૨૫,૦૦૦થી વધુ કાર અને એક લાખથી પણ વધારે ટુવિલર્સનું વેચાણ થવાનું અંદાજ લગાવવામાં આવ્યો છે.
મહત્વનું છે કે, GSTના નવા સ્લેબના અમલીકરણને પગલે નવરાત્રી દરમિયાન વાહનોના વેચાણમાં ૩૦ ટકાનો ઉછાળો આવવાની સંભાવના ઓટો મોબાઈલ ડીલરોએ કરી છે.