માળીયા હાટીના તાલુકાના ગામોમાં આરોગ્ય વિભાગ દ્વારા કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી

૧ થી ૧૯ વર્ષની વયના તમામ બાળકોને કૃમિનાશક ગોળી આપવામાં આવી

માળીયા હાટીના તાલુકાના ગામોમાં આરોગ્ય વિભાગ દ્વારા કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી

જૂનાગઢ તા.૧૧,           
 જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના તમામ ગામોમાં આરોગ્ય વિભાગના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ.અલ્પેશ સાલ્વી, તાલુકા હેલ્થ ઓફિસર માળિયા શ્રી ડો.એન.જી.ડાભીના માર્ગદર્શન હેઠળ કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા માળીયા હાટીના તાલુકાના તમામ ગામોના ૧ થી ૧૯ વર્ષની વયના શાળા એ જતા અને ન જતા તમામ બાળકોને શાળા અને આંગણવાડીમાં કૃમિનાશક ગોળી આપવામાં આવી હતી અને આ તકે જે બાળકોને કૃમિનાશક ગોળી આપવાની બાકી હોય એ તમામ બાળકોને આગામી તા.૧૮/૦૯/૨૦૨૫ મોપ અપ રાઉન્ડના દિવસે આ ગોળી આપવામાં આવશે.