આજે કેટલાય ડોક્ટરો દ્વારા લોકોને તંદુરસ્ત રહેવા માટે શાકાહારી ભોજન અપનાવવા નો ઉપાય બતાવવામાં આવે છે. એવું બતાવે છે કે શાકાહારી ભોજન જ આપણા શરીર ને પર્યાપ્ત પોષણ આપે છે અને માંસાહારી થી થતી બીમારીઓ થી બચાવ કરે છે. જોકે શાકાહારી ભોજન ના અન્ય પહેલું પણ એટલા જ મહત્વપૂર્ણ છે. સંત-મહાત્મા આપણને સમજાવે છે કે શાકાહારી ભોજન સ્વાસ્થ્ય ની સાથે-સાથે આપણા ભોજન અને આપણી આધ્યાત્મિક ઉન્નતિમાં પણ ગાઢ સંબંધ છે.
અંતરમાં જોડાવવું આધ્યાત્મ માત્ર આપણા અંતરમાં જોડાવા નું જ નહીં પરંતુ આ એ રચના ના બધા જીવો થી પ્રેમ કરવો અને એમનું ધ્યાન રાખવાનું હોય છે. આધ્યાત્મમાં આપણે આપણું વાસ્તવિક સ્વરૂપ એટલે આપણી આત્મા જે પરમાત્માનો અંશ છે, એનો અનુભવ કરવાનો સમાવેશ છે. જેવી રીતે કે આ બ્રહ્માંડ, પૃથ્વી અને બધા જીવ પરમાત્માએ બનાવ્યા છે તો આ સ્વાભાવિક રૂપથી આપણી બધાની જવાબદારી છે કે આપણે બધા જીવોનો સન્માન કરીએ અને કોઈને હાની ન પહોંચાડીએ. આ કારણ છે કે જે લોકો પોતાની આત્મા થી જોડાય છે, એ શાકાહારી ભોજન ને અપનાવે છે. એમને લાગે છે કે પરમાત્મા એ આપણને જીવતા રાખવા માટે પર્યાપ્ત માત્રામાં ફળ, શાકભાજી અને અનાજ આપ્યું છે. ભોજન ની માટે કોઈપણ જીવની હત્યા કરવાની કોઈ આવશ્યકતા નથી.
આપણે આપણા કર્મ માટે પોતે જ જવાબદાર છીએ. જાગૃત લોકોએ હંમેશા આપણને શીખ્યું છે કે જાનવરો માં પણ ચેતનતા એટલે કે આત્મા હોય છે જે આપણી જેમ જ પરમાત્માનો અંશ છે. એટલા માટે જ શાકાહારી ભોજનનું આધ્યાત્મિક મહત્વ એ જ છે કે આપણે કોઈપણ જીવને તકલીફ નહીં આપીએ અથવા તેના પ્રાણ લઈશું નહીં. શાકાહારી ભોજન ધ્યાન અભ્યાસમાં પ્રગતિ કરવામાં મદદ કરે છે.
જે લોકો ધ્યાન અભ્યાસ માં સુધારો લાવવા અને રૂહાની ઉન્નતિ કરવા ઈચ્છે છે તેમને શાકાહારી ભોજન લાભ પહોંચાડી શકે છે. જે લોકો આધ્યાત્મિક રીતે આગળ વધવા ઈચ્છે છે અને પોતાની આત્માનો અનુભવ કરવા ઈચ્છે છે તેઓ ધ્યાન અભ્યાસ દ્વારા તે કરી શકે છે જે ફક્ત શાકાહારી ભોજનથી જ પ્રાપ્ત થઈ શકે છે. ધ્યાન અભ્યાસમાં ચેતનની જરૂરત હોય છે. ઘણીવાર આપણે ધ્યાન બહારના નજારાઓ, અવાજ ,સુગંધ, સ્વાદ અને દુનિયાના આકર્ષણમાં લાગેલું રહે છે. અને આજે આપણને આંતરિક રૂહાની ઉપચારથી દૂર રાખે છે જેમ કે અંતરમાં જવા માટે એકાગ્રતાની જરૂર હોય છે.
ધ્યાન અભ્યાસમાં એકાગ્રતા માટે આપણે શાંત અને સંયમિત થવાની જરૂર છે. મૃત જીવોના ભોજન થી પરહેજ કરીને આપણને શું લાભ થશે? જરા વિચારો! કેટલા તણાવ સંબંધી હોર્મોન્સ આપણે આપણા શરીરમાં સામેલ કરી રહ્યા છીએ જે તે પશુ પક્ષી અથવા માછલી માં હાજર હોય છે, જ્યારે તેમને કસાઈ ઘરમાં રાખવામાં આવે છે અથવા મારી નાખવામાં આવે છે. જ્યારે આપણે તેનું સેવન કરીએ છીએ તો તે આપણા શરીરનો ભાગ બની જાય છે. આપણે જે ભોજન કરીએ છીએ તેનો પ્રભાવ ફક્ત આપણા શરીર, ભાવનાઓ અને બૌદ્ધિક રચના પર જ નહીં પરંતુ આપણી રૂહાની ચેતનતા ઉપર પણ પડે છે.
શાકાહારી ભોજન કરવાથી પ્રકૃતિના બહુ જ ઓછા તત્વોનો નાશ થાય છે. કેમ કે તેનું જીવન નષ્ટ કરવાનો સૌથી ઓછું પ્રમાણ હાજર છે. જે લોકો ધ્યાન અભ્યાસમાં તીવ્ર ગતિથી પ્રગતિ કરવા ઈચ્છે છે તેમના માટે શાકાહારી ભોજન કરવું મહત્વપૂર્ણ છે. વિશ્વના કેટલાક મહાન દાર્શનિક, કવિ, કલાકાર, લેખક અને જાગૃત લોકો પણ શાકાહારી રહ્યા છે જેમ કે આઇઝેક ન્યૂટન, મહાત્મા ગાંધી અને આલ્બર્ટ શ્વેત જ એવા કેટલાક દાર્શનિક, વૈજ્ઞાનિક, પરોપકારી અને નેતાઓના ઉદાહરણ છે જેમણે અહિંસા નો રસ્તો અપનાવીને શાકાહારી ભોજન દ્વારા બીજા લોકોને પણ પ્રેરિત કર્યા છે.
જો આપણે એક કરુણામય અહિંસા નું જીવન પસાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અથવા આપણે મન ને અંતરના ખજાના પ્રાપ્ત કરવા માટે શાંત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તો સ્વાભાવિક રૂપથી આપણે શરીરને એવું જ ભોજન આપવા માંગીશું કે જે આપણા લક્ષ્ય સુધી પહોંચવામાં આપણી મદદ કરે. જ્યારે રોમના મહાન કવિ શેનેકા એ પાયથાગોરસ ની શિક્ષાને સમજ્યા તો તેઓ શાકાહારી બની ગયા. તેમણે એક આનંદથી ભરેલું બદલાવ પ્રાપ્ત કર્યો અને તેમને આશ્ચર્ય થયું કે તેમનું મસ્તિષ્ક વધારે જાગૃત અને સતત થઈ ગયું હતું.
મહાન ભૌતિક વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈને કહ્યું છે કે"મનુષ્યને સ્વસ્થ જીવન જીવવા માટે કોઈપણ વસ્તુ એટલો લાભ નથી આપી શકતી જેટલું કે શાકાહારી ભોજન".
જે લોકો આખી માનવ જાત માટે પ્રેમ અને અહિંસા થી ભરેલું જીવન પસાર કરવા ઈચ્છે છે અને પોતાની રૂહાની પ્રગતિ કરવા ઈચ્છે છે તો શાકાહારી ભોજન તેમને મદદ કરી શકે છે. આપણને પરમાત્માની રચનામાં ન ફક્ત પોતાનાથી નાના જીવો અને પૂરી માનવતા પ્રત્યે દયા અને કરુણા નો વ્યવહાર કરવો જોઈએ પરંતુ સ્વયં પોતાની જાત પર પણ દયા કરવી જોઈએ. તો આવો આપણે આપણા જીવનમાં શાકાહારી ભોજન અપનાવીએ અને સૃષ્ટિના બધા જીવો પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરીએ અને સાથે સાથે પોતાની આધ્યાત્મિક પ્રગતિ તરફ વધીએ. સાવન કૃપાલ રૂહાની મિશનના પ્રમુખ તથા વિશ્વવિખ્યાત આધ્યાત્મિક સત્ગુરુ સંત રાજીન્દર સિંહજી મહારાજ 22 , 23 ઓક્ટોબર 2025 ના રોજ ગોધરા માં સત્સંગ પ્રવચન હેતુ પધારી રહ્યા છે. તેઓ ગોધરામાં બે દિવસ સત્સંગ કરશે. જેનું આયોજન સાવન કૃપાલ રુહાની મિશન ગોધરા શાખા દ્વારા કરવામાં આવી રહ્યું છે. સત્સંગના આ કાર્યક્રમમાં ફક્ત ગોધરા થી જ નહીં પરંતુ ભારતના વિભિન્ન રાજ્યમાંથી હજારો લોકો તદુપરાંત વિદેશોથી પણ આવેલા ભાઈ બહેન ભાગ લઈ રહ્યા છે. સાવન કૃપાલ રૂહાની મિશનની વધુ વિગતો માટે સંપર્ક કરો 9825467110,
skrmzn12@gmail.com.