વેરાવળ સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે વાયુ પ્રદૂષણ જાગૃતિ સપ્તાહની ઉજવણી

વેરાવળ સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે વાયુ પ્રદૂષણ જાગૃતિ સપ્તાહની ઉજવણી

કલાત્મક અભિવ્યક્તિ દ્વારા પ્રદૂષણ નિયંત્રણનો સંદેશ આપતાં વિદ્યાર્થીઓ

ગ્લોબલ વોર્મિંગની સમસ્યા વૈશ્વિક સમસ્યા બની છે. આ વિકરાળ સમસ્યા સામે લડવા માટે અને ભવિષ્યની પેઢીમાં જનજાગૃતિ આવે એવા હેતુસર વેરાવળ સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે વાયુ પ્રદૂષણ જાગૃતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.

 કોલેજના આચાર્ય શ્રી ડૉ. સ્મિતા બી. છગના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ. સચિન એમ. સીતાપરા દ્વારા કોલેજના એન.એસ.એસ. યુનિટ દ્વારા તા. સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ આ કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય સ્વચ્છ હવા કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવ્યું હતું.

 આજના સમયમાં વાયુ પ્રદૂષણ એક ગંભીર પર્યાવરણીય સમસ્યા બની રહ્યું છે. આ ગંભીર સમસ્યાના નિરાકરણ માટે અને ભવિષ્યની પેઢીને સંદેશ પહોંચાડવા માટે વિદ્યાર્થીઓ તથા સમાજમાં જાગૃતિ ફેલાવવાનો મુખ્ય હેતુ ધ્યાને રાખી આ ઉજવણી કરાઈ હતી.