માંગરોળ : વાઘેલા પરિવાર ના આંગણે ગણેશ મહોત્સવ સ્થાપના દસમા દિવસે મહા આરતી યોજાઈ

મહા આરતીમાં રાજકીય આગેવાનો,સોસાયટી ના રહીસો, પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા 

માંગરોળ : વાઘેલા પરિવાર ના આંગણે ગણેશ મહોત્સવ સ્થાપના દસમા દિવસે મહા આરતી યોજાઈ
માંગરોળ :
માંગરોળ ગાયત્રી નગરમાં વાઘેલા પરિવાર ના આંગણે
ગણપતિ સ્થાપના ના દસમા દિવસે ઢોલ નગારા ના તાલ સાથે મહા આરતી નું ખૂબજ સુન્દર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માંગરોળ શહેર પ્રમુખ લિનેશભાઈ સોમૈયા, નગરપાલિકા સદસ્ય ભગીરથસિંહ ચુડાસમા દિનેશભાઈ વાઘેલા,નિલેશભાઈ રાજપરા (પત્રકાર), અનિષ ગૌદાણા (પત્રકાર) દર્પણભાઈ પરમાર સહિતના અગ્રણી આગેવાનો, સોસાયટી ના રહીશો ખૂબજ બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબજ ભક્તિ ભાવ પૂર્વક ગણપતિ દાદાની આરતી ઉતારી શુભકામના આપેલ હતી
મહાઆરતી માં ઉપસ્થિત અગ્રણી ઓનુ વાઘેલા પરિવાર દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતુ
વાઘેલા પરિવાર ના આંગણે આઠ વર્ષ થી ગણપતિ ની સ્થાપના કરવામાં આવે છે અહીંની ખાસ બાબત એ છે કે અહીં જે ગણપતિ નો જે શણગાર સજવામાં આવે છે તે વાઘેલા પરિવારની ત્રણ દીકરી ઓ ઈશીતાબેન,હેતવીબેન, ઐશ્વરીબેન કે જેઓ પોતાના હાથે જ દરેક સુશોભન કરે છે આજની મહાઆરતી માં ખાસ આકર્ષણ એ હતું કે આરતી દરમિયાન પુષ્પક વિમાન દ્વારા ગણપતિ દાદા ઉપર પુષ્પ વર્સા કરવામાં આવી હતી 
રાજુભાઈ દામજીભાઈ વાઘેલા ના ઘરે આઠ વર્સ થી હિન્દુ સાસત્રોક વિધિ અનુસાર ગણપતિ ની સ્થાપના કર્યા બાદ દરરોજ અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવતા હતા
ગણપતિ બાપા મોરયા અગલે બરસ તુ જલ્દી આ ના નાદ સાથે
આવતીકાલે ગણેશ વિસર્જન કરવામાં આવશે ઢોલ-નગારા ના તાલ સાથે નિકળશે વિસર્જન યાત્રા વાજતે ગાજતે બાપાને વિદાય અપાશે