પદ્મપુરાણ અંતર્ગત ભાગવતના મહાત્મ્ય દ્વારા સંસ્કૃતનું સંવર્ધન આ વિષય ઉપર પાંચ દિવસની કાર્યશાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

પદ્મપુરાણ અંતર્ગત ભાગવતના મહાત્મ્ય દ્વારા સંસ્કૃતનું સંવર્ધન આ વિષય ઉપર પાંચ દિવસની કાર્યશાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

પ્રભાસ પાટણ, તા.૧૦
શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય, વેરાવળ અને શ્રી બ્રહ્મર્ષિ સાતવળેકર સંસ્કૃત મહાવિદ્યાલય, કિલ્લા પારડીના સંયુક્ત ઉપક્રમે આયોજિત પાંચ  દિવસની કાર્યશાળા યુનિવર્સિટીના કુલપતિ પ્રો.સુકાન્ત કુમાર સેનાપતિના માર્ગદર્શનમાં ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો. આ કાર્યશાળામાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલસચિવ ડો.મહેશકુમાર મેતરા અઘ્યક્ષ તરીકે ઉપસ્થિ રહ્યા તેમજ વિશિષ્ટ અતિથિરૂપે દસ્તુરજી ખુરશેદ કે.દસ્તુર, સ્વાધ્યાય મંડળના કાર્યાધ્યક્ષ ડો.પ્રતાપ વિ.ઠોસર, પુરાણ વિભાગના  ડીન જીતુભાઇ વ્યાસ, ડો.આશાબેન માઢક ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય વક્તા તરીકે ડૉ.અમૃતલાલ ભોગાયતા, ડૉ.યોગેશ પંડયા, જીતુભાઈ વ્યાસ એ વ્યાખ્યાનો આપ્યા હતા. કાર્યક્રમનું સંપૂણ સંચાલન ડૉ. હર્ષદ જાેષી દ્વારા કરવા આવ્યું હતું. અંતે ડો.કિરણ ડામોર દ્વારા સૌ મહાનુભાવોનો આભાર વ્યકત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમના સંયોજક તરીકેની કામગીરી ડો.કિરણ ડામોર, ડો.હર્ષદ જાેષી દ્વારા કરવામાં આવી હતી. અંતમાં રાષ્ટ્ર ગાન દ્વારા કાર્યક્રમ સમાપ્ત કરવાં આવ્યો હતો.