માંગરોળ શાપુર ખાતે દરિયાય સુરક્ષા અને ડ્રગ્સ એવરનેસ જાગૃતિ સેમીનાર યોજાયો
(પ્રતિનિધિ દ્વારા)
માંગરોળ, તા.૧૦
માંગરોળ તાલુકાના શાપુર ગામે દરિયા સુરક્ષા દળ મરીન ફોર્સ ટાસ્ફ અને મેરિન પોલીસ દ્વારા ગામના લોકોને દરિયા કિનારે થતી ગેર પ્રવૃતિ ને અટકાવવા અને ડ્રગ્સ સહીત નશાયુકત પદાર્થોને લઈને લોકોમાં જાગૃતિ આવે તે માટે એક સેમીનાર યોજવામાં આવ્યંુ હતું. આ સેમીનારમાં માંગરોળ મેરિન ડીવાયએસપી સીતારામ શર્મા દ્વારા લોકોને દેશની સુરક્ષા અંગે અને ડ્રગ્સના દૂષણથી બરબાદથી દૂર રહેવા લોકોને જાણકારી દરિયાકાંઠે રહેતા ગામલોકો દરિયાઈ સુરક્ષા દેશની સુરશ્રા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ જેમા ખાસ કરીને આજનાં યૂગમા યુવાનોમાં ડ્રગ્સ સહીત નશાયુકત પદાર્થોનું દૂષણ ધીમી ગતિએ પ્રસરી રહેલ છે તો આવા નશાના દૂષણો થી ઘર, કુટુંબ પરિવાર, સમાજ તથા દેશનો વિકાસ અટકી જાય છે જેવા અલગ-અલગ વિષયો પર અધિકારીઓએ ઉપસ્થિત સૌલોકોને માર્ગદર્શન આપવામાં આવ્યુ. આ સેમીનારમાં ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામ જનો ઉપસ્થિત રહ્યા હતા


