મેંદરડા વિસ્તારમાંથી એક સરખા નંબર પ્લેટ વાળી બે લક્ઝરી બસ પકડાઈ : માલીક વિરૂધ્ધ ગુન્હો દાખલ

મેંદરડા વિસ્તારમાંથી એક સરખા નંબર પ્લેટ વાળી બે લક્ઝરી બસ પકડાઈ :  માલીક વિરૂધ્ધ ગુન્હો દાખલ

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.૧૦
જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાની સુચના તેમજ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા દ્વારા જૂનાગઢ જિલ્લામાં વાહન ચેકીંગ કરી શંકાસ્પદ, ગેરકાયદેસ૨ પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરી માર્ગદર્શન પુરૂ પાડેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ. કૃણાલ એમ. પટેલની સુચના તથા માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફ સતત પ્રયત્નશીલ હોય દ૨મ્યાન ક્રાઇમ બ્રાન્ચના પો.હેડ કોન્સ. જાદવભાઇ સુવા્નાઓને ચોક્કસ બાતમી મળેલ કે, મેંદરડાથી સાસણ તરફ જતા ૨ોડ ઉ૫ર મેંદડાથી બહાર નિકળતા એક લકઝરી બસનું ગેરેજ આવેલ છે. જે ગેરેજમાં શ્રી મહાલક્ષ્મી ટ્રાવેલ્સ નામની બસોમાં બે બસો એક સરખા રજીસ્ટ્રેશન નંબર પ્લેટ વાળી બસો છે, જે હકીકતના આધારે તપાસ કરતા બન્ને બસોમાં એક જ નંબર પ્લેટ AR-01U-0729 હોવાનું જણાય આવતા બસના માલીક કૌષિકભાઇ યોગેશભાઈ જયસ્વાલ(ઉ.વ.36) ધંધો. ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, મેંદરડા, જુના પાણીના ટાંકા પાસે, વાલમ ચોક તા.મેંદરડા જી.જૂનાગઢ વિરૂધ્ધ ગુનો દાખલ કરી ધોરણસર અટક કરી (1) બ્લુ કલરની લકજરી સ્લીપર બસ કિ.રૂા.25,00,000/-, (૨) જાંબલી કલરની લજરી સ્લીપ૨ બસ કિ.રૂા.25,00,000/- મળી કુલ કિ.રૂા.50,00,000/- જપ્ત કરી મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે. આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ. કૃણાલ એમ. પટેલ તથા પો. સબ ઇન્સ. પી.કે. ગઢવી, પો. હેડ કોન્સ. જાદવભાઈ સુવા તથા પો.કોન્સ. મયુ૨ભાઈ કોડીયાતર, વાંગભાઈ બોરીચા વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગી૨ી કરેલ છે.