જૂનાગઢમાં મહિલા સંચાલીત જુગારધામ પર પોલીસ ત્રાટકી - ૯ મહિલા જુગારી ઝડપાઈ
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.૧ર
જૂનાગઢના વણઝારી ચોરી વિસ્તારમાં મહિલા સંચાલિત જુગારધામ પર બી ડીવીઝન પોલીસે દરોડો પાડતા ૯ મહિલઓને ૭૬૩૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે.
આ અંગગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર બી ડીવીઝન પોલીસે વણઝારી ચોકમાં આવેલ રોનક એપાર્ટમેન્ટના બ્લોક નં.૪૦૪માં જુગાર અખાડો ચાલતો હોવાની બાતમીના આધારી દરોડો પાડતા જુગાર અખાડાની સંચાલિકા નીતાબેન વિજયભાઈ ઝાંઝરમેરીયા સહિત જુગાર રમવા આવેલ નિશાબેન ચેતનભાઈ લુકા, કાન્તાબેન વ્રજલાલ રાજા, ઉષાબેન છોટાલાલ ઝાંઝમેરીયા, પુજાબેન મહેકભાઈ લુકા, શારદાબેન નાથાલાલ પાટડીયા, પારૂલબેન સુરેશભાઈ સોલંકી, સરોજબેન રાજેશભાઈ રાધનપરા, ભાવનાબેન ધીરૂભાઈ ઝાંઝમેરીયાને રૂા.૬૬૩૦ રોકડ સહિત નાલના રૂા.૧ર૦૦ મળી કુલ રૂા.૭૬૩૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે.


