માળીયા હાટીનાના પીંખોર ગામે કોર્ટ મેરેજના મનદુ:ખે હુમલો : ૩ સામે ફરીયાદ
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.ર૦
માળીયા હાટીનાના પીંખોર ગામે કોર્ટ મેરેજના મનદુ:ખે છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ૩ સામે ફરીયાદ નોંધાઈ છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર માળીયા હાટીના પોલીસ મથકે વિશાલ વલ્લભભાઈ પરમારએ હિતેષ જગદીશભાઈ રાવલીયા, ગોવીંદભાઈ ધનાભાઈ પરમાર, કુલદીપ રવજીભાઈ ચાવડા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીના મોટાભાઈએ નિષા રવજીભાઈ ચાવડા સાથે કોર્ટ મેરેજ કરેલ હોય જેનુ મનદુ:ખ રાખી ફરીયાદી વાડીએથી ઘરે જતા હોય ત્યારે રસ્તામાં આરોપીઓએ ફરીયાદીને રોકાવી છરી વડે હુમલો ગાળાગાળી કરી ઢીકાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


