કેશોદમાં ઓનલાઈન ગેમ પર જુગાર રમાડતો શખ્સ ઝડપાયો
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા. ૯
કેશોદના એરપોર્ટ રોડ પરથી કેશોદ પોલીસે ઓનલાઈન વોટસએપ ગ્રુપના માધ્યમથી લુડો કિંગ નામની ગેમ પર જુગાર રમાડતા શખ્સને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર કેશોદ પોલીસે એરપોર્ટ રોડ પરથી માર્શલ ફર્નીચરની દુકાન પાસેથી રાજેશ દાસા ગરચરને મોબાઈલ ફોનમાં બ્લેક કોબરા નામના વોટસએપ ગ્રુપના માધ્યમથી લુડો કિંગ નામની ઓનલાઈન ગેમ પર ટેબલ બનાવી ગ્રાહકોને નાણાની હારજીતનો જુગાર રમાડી કમીશન મેળવી રેઈડ દરમ્યાન મોબાઈલ સહિત રોકડ રૂા.૯પ૦ મળી કુલ રૂા.૧૦૯પ૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે.


