આજે અમદાવાદમાં ૭૦મો ફિલ્મફેર એવોર્ડ : બોલીવુડ સ્ટાર્સનો જમાવડો

આજે અમદાવાદમાં ૭૦મો ફિલ્મફેર એવોર્ડ : બોલીવુડ સ્ટાર્સનો જમાવડો

(બ્યુરો)          અમદાવાદ તા.૧૧
ફિલ્મજગતનો સૌથી પ્રતિષ્ઠિત ૭૦મો ફિલ્મફેર એવોર્ડ આજે અમદાવાદના એક્કા ક્લબ ખાતે આવેલા ટ્રાન્સટેડિયામાં યોજાશે. આ ગ્રાન્ડ ઇવેન્ટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નેતાઓ અને પ્રખ્યાત અભિનેતાઓની હાજરી રહેશે. શાહરુખ ખાન, કરણ જોહર અને મનીષ પોલની ત્રિમાસિક જોડી આ સમારોહને યાદગાર બનાવશે, જે ૧૭ વર્ષ પછી ફરીથી એવોર્ડ હોસ્ટ કરવા જઈ રહી છે. હાલમાં અમદાવાદમાં બોલિવૂડ સ્ટાર્સની આવક શરૂ થઈ ગઈ છે. અનુપમ ખેર, બબીતાજી, બોની કપૂર સહિત અનેક સ્ટાર્સ આવી પહોંચ્યા છે.