WPL ૨૦૨૬ નું શેડ્યૂલ જાહેર

મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે ઓપનિંગ મેચ

WPL ૨૦૨૬ નું શેડ્યૂલ જાહેર
en.wikipedia.org

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ શનિવાર, ૨૯ નવેમ્બરના રોજ મહિલા પ્રીમિયર લીગ ૨૦૨૬નું શેડ્યૂલ જાહેર કર્યું. WPL ચોથી સીઝન ૯ જાન્યુઆરીથી ૫ ફેબ્રુઆરી સુધી રમાશે. આ મેચો નવી મુંબઈ અને વડોદરામાં યોજાશે. સીઝન ઓપનિંગ મેચ નવી મુંબઈમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે રમાશે. ૯ જાન્યુઆરીથી ૧૭ જાન્યુઆરી સુધી નવી મુંબઈમાં કુલ ૧૧ મેચ રમાશે.
ત્યારબાદ લીગ વડોદરામાં શિફ્ટ થશે, જ્યાં પ્લેઓફ સહિત બાકીની ૧૧ મેચ રમાશે. વડોદરામાં પહેલી મેચ ગુજરાત જાયન્ટ્સ (GG)  અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આ પછી દિલ્હી કેપિટલ્સ (DC) અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાશે.
લીગ મેચો ૧ ફેબ્રુઆરી સુધી ચાલશે, ત્યારબાદ એક દિવસનો વિરામ રહેશે. એલિમિનેટર ૩ ફેબ્રુઆરીએ અને ફાઇનલ ૫ ફેબ્રુઆરીએ યોજાશે. ટેબલ ટોપર ટીમ સીધી ફાઇનલમાં પહોંચશે, જ્યાં તેનો સામનો એલિમિનેટર વિજેતા ટીમ સાથે થશે. એલિમિનેટર મેચ ટેબલમાં બીજા અને ત્રીજા ક્રમે રહેલી ટીમો વચ્ચે રમાશે.
મુંબઈ ઇન્ડિયન્સ WPL ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને અત્યાર સુધી રમાયેલી ત્રણ સીઝનમાં બે ટાઇટલ જીતી ચૂકી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એક વખત ટાઇટલ જીત્યું હતું, જ્યારે દિલ્હી કેપિટલ્સ ત્રણેય સીઝનમાં રનર-અપ રહ્યું હતું. ગુજરાત જાયન્ટ્સ અને UP વોરિયર્સ (UPW) ક્યારેય ફાઇનલમાં પહોંચી શક્યા નથી.
WPL 2026 શેડ્યૂલ
૯ જાન્યુઆરી: મુંબઈ ઇન્ડિયન્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, નવી મુંબઈ
૧૦ જાન્યુઆરી: યુપી વોરિયર્સ vs ગુજરાત જાયન્ટ્સ, નવી મુંબઈ
૧૦ જાન્યુઆરી: મુંબઈ ઇન્ડિયન્સ vs દિલ્હી કેપિટલ્સ, નવી મુંબઈ
૧૧ જાન્યુઆરી: દિલ્હી કેપિટલ્સ vs ગુજરાત જાયન્ટ્સ, નવી મુંબઈ
૧૨ જાન્યુઆરી: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs યુપી વોરિયર્સ, નવી મુંબઈ
૧૩ જાન્યુઆરી: મુંબઈ ઇન્ડિયન્સ vs ગુજરાત જાયન્ટ્સ, નવી મુંબઈ
૧૪ જાન્યુઆરી: યુપી વોરિયર્સ vs દિલ્હી કેપિટલ્સ, નવી મુંબઈ
૧૫ જાન્યુઆરી: મુંબઈ ઇન્ડિયન્સ vs યુપી વોરિયર્સ, નવી મુંબઈ
૧૬ જાન્યુઆરી: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs ગુજરાત જાયન્ટ્સ, નવી મુંબઈ
૧૭ જાન્યુઆરી: યુપી વોરિયર્સ vs મુંબઈ ઇન્ડિયન્સ, નવી મુંબઈ
૧૭ જાન્યુઆરી: દિલ્હી કેપિટલ્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, નવી મુંબઈ
૧૯ જાન્યુઆરી: ગુજરાત જાયન્ટ્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, વડોદરા
૨૦ જાન્યુઆરી: દિલ્હી કેપિટલ્સ vs મુંબઈ ઇન્ડિયન્સ, વડોદરા
૨૨ જાન્યુઆરી: ગુજરાત જાયન્ટ્સ vs યુપી વોરિયર્સ, વડોદરા
૨૪ જાન્યુઆરી: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs દિલ્હી કેપિટલ્સ, વડોદરા
૨૬ જાન્યુઆરી: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs મુંબઈ ઇન્ડિયન્સ, વડોદરા
૨૭ જાન્યુઆરી: ગુજરાત જાયન્ટ્સ vs દિલ્હી કેપિટલ્સ, વડોદરા
૨૯ જાન્યુઆરી: યુપી વોરિયર્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, વડોદરા
૩૦ જાન્યુઆરી: ગુજરાત જાયન્ટ્સ vs મુંબઈ ઇન્ડિયન્સ, વડોદરા
૧ ફેબ્રુઆરી: દિલ્હી કેપિટલ્સ vs યુપી વોરિયર્સ, વડોદરા
૩ ફેબ્રુઆરી: એલિમિનેટર, વડોદરા
૫ ફેબ્રુઆરી: ફાઇનલ, વડોદરા.