આજે શાહરૂખખાનને પ્રથમ નેશનલ ફિલ્મ એવોર્ડ મળશે

આજે શાહરૂખખાનને પ્રથમ નેશનલ ફિલ્મ એવોર્ડ મળશે

(એજન્સી)   નવી દિલ્હી તા.ર૩
નેશનલ ફિલ્મ એવોર્ડ સેરેમનીનું આજે સાંજે ૪ વાગ્યે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આયોજન કરાયું છે. ૧ ઓગસ્ટના રોજ મિનિસ્ટ્રી ઓફ બ્રોડકાસ્ટિંગે દરેક રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતાઓના નામ જાહેર કર્યા હતા, ત્યારબાદ આજે ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ તમામ વિજેતાઓને સન્માનિત કરશે. આ એવોર્ડ વર્ષ ૨૦૨૩માં રિલીઝ થયેલી ફિલ્મોના આધારે આપવામાં આવી રહ્યા છે. આ વર્ષે સાઉથ સુપરસ્ટાર મોહનલાલને ફિલ્મ જગતના સૌથી મહત્વપૂર્ણ દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. જયારે બોલીવુડના દિગ્ગજ અભિનેતા શાહરૂખખાનને આજે પ્રથમ વાર નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. તેમ મંત્રાલયે જાહેર કરેલી યાદીમાં જણાવેલ છે.