વડાપ્રધાને યુવાનોનો આભાર માનતા કહ્યું : થેન્કયુ ફ્રેન્ડસ

વડાપ્રધાને યુવાનોનો આભાર માનતા કહ્યું : થેન્કયુ ફ્રેન્ડસ

(એજન્સી)     નવી દિલ્હી તા.25:
પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક નવો વીડિયો શેર કરીને દેશના યુવાનો અને નાગરિકોનો આભાર માન્યો છે. ગુરુવારે મોડી રાત્રે પોસ્ટ કરવામાં આવેલા તેમના સેલ્ફી વીડિયો પર મળેલા અદભુત પ્રતિસાદ અને હકારાત્મક સૂચનો માટે તેમણે થેન્ક્યૂ ફ્રેન્ડ્સ કહીને દેશવાસીઓ સાથેનો આ સંબંધ વધુ ગાઢ બનશે તેમ જણાવ્યું હતું.
પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા દ્વારા દેશના નાગરિકો અને ખાસ કરીને યુવાનો સાથે સીધા સંવાદને વધુ મજબૂત બનાવ્યો છે. ગુરુવારે શેર કરવામાં આવેલા તેમના ખાસ વીડિયો પર મળેલા ઉત્સાહજનક પ્રતિસાદ બાદ પ્રધાનમંત્રીએ ફરી એક નવો વીડિયો જારી કરીને લોકોનો આભાર વ્યક્ત કર્યો છે.
પોતાના નવા વીડિયો મેસેજમાં પ્રધાનમંત્રીએ કહ્યું, થેન્ક્યૂ ફ્રેન્ડ્સ. કાલે મોડી રાત્રે આપને મળવાનો મોકો મળ્યો. મેં જે વીડિયો પોસ્ટ કર્યો હતો, તેના પર આપ સૌએ જે રીતે પ્રતિસાદ આપ્યો અને પોઝિટિવ સૂચનો આપ્યા, તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તમારો આ પ્રેમ આમ જ જળવાઈ રહેશે અને આપણો સંબંધ વધુ સક્રિયતાથી જોડાતો રહેશે. થેન્ક્યૂ, થેન્ક્યૂ દોસ્તો.