ભાજપ કરતા ૧પ લાખ મત વધુ મળ્યા છતા રાજદને માત્ર રપ બેઠક જ મળી
(એજન્સી) પટણા, તા.૧૫:
બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ના પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે રાજ્યમાં દ્ગડ્ઢછની જંગી બહુમતી સાથે સરકાર બની રહી છે. ભાજપ, જેડીયુ અને લોકજનશક્તિ-રામવિલાસ (ન્ત્નઁ-ઇફ)ના શાનદાર પ્રદર્શનથી દ્ગડ્ઢછ ગઠબંધન ૨૦૨ બેઠકો જીતવામાં સફળ રહ્યું. બીજી તરફ આરજેડી, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના મહાગઠબંધનને કારમી હારનો સામનો કરવો પડ્યો અને તે માત્ર ૩૫ બેઠકો પર જ સમેટાઈ ગયું. તેજસ્વી યાદવની રાષ્ટ્રીય જનતા દળ પણ માત્ર ૨૫ બેઠકો જ જીતી શકી. જોકે, આટલી મોટી હાર છતાં, બે આંકડાકીય મામલાઓમાં રાજદ બિહારની નંબર વન પાર્ટી બની છે, જે તેના મજબૂત જનાધાર તરફ ઈશારો કરે છે.
ચૂંટણીમાં મળેલા કુલ મતોની ટકાવારી (વોટ શેર)ની દ્રષ્ટિએ, રાજદ આ ચૂંટણીમાં સૌથી આગળ રહી છે. રાજદને કુલ ૨૩ ટકા વોટ મળ્યા છે, જે કોઈપણ પક્ષ કરતાં સૌથી વધુ છે. તેની સરખામણીમાં, ભાજપ લગભગ ૩ ટકા પાછળ રહી, જેને ૨૦.૦૮ ટકા વોટ મળ્યા. નીતીશ કુમારની પાર્ટી જેડીયુ ૧૯.૨૫ ટકા વોટ શેર સાથે ત્રીજા સ્થાને રહી, જ્યારે કોંગ્રેસને માત્ર ૮.૭૧ ટકા મતદારોએ જ પસંદ કરી.
કુલ મળેલા મતોની સંખ્યામાં પણ રાજદ સૌથી આગળ છે. ચૂંટણીમાં ૧ કરોડ ૧૫ લાખ ૪૬ હજાર ૫૫ મતદારોએ ય્થ્ઝના ચૂંટણી ચિ ‘લાલટેન‘નું બટન દબાવ્યું. આ આંકડો કોઈ એક પક્ષને મળેલા મતોમાં સૌથી વધુ છે.


