જૂનાગઢના ઝાંઝરડા રોડ પર ધોળા દિવસે સાઇકલ ચોરી

જૂનાગઢના ઝાંઝરડા રોડ પર ધોળા દિવસે સાઇકલ ચોરી

જૂનાગઢ તા. ૧૦
જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ વિસ્તારમાં ધોળા દિવસે સાઇકલ ચોરીનો બનાવ સામે આવ્યો છે. સાઈબાબા મંદિરની બાજુમાં આવેલા રચના એપાર્ટમેન્ટ નજીક સવારે અંદાજે સાડા નવ વાગ્યે સાઇકલની ચોરી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. સામે આવેલા ફૂટેજમાં મોઢા પર માસ્ક બાંધેલો એક શખ્સ સાઇકલ લઈ જતો જોવા મળી રહ્યો છે. રોડ ટચ વિસ્તારમાં અને સવારના સમયે બનેલી આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે. ઘટનાના CCTV ફૂટેજ ઉપલબ્ધ હોવાથી તેમાં દેખાતા શખ્સની ઓળખ કરી તેની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક સ્તરે માંગ ઉઠી રહી છે. સાથે જ રહેણાંક વિસ્તારોમાં ચોરીની આવી ઘટનાઓ અટકાવવા પોલીસ પેટ્રોલિંગ અને દેખરેખ વધુ અસરકારક બનાવવામાં આવે તેવી પણ અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ CCTVમાં કેદ થયેલા શખ્સની ઓળખ અને સમગ્ર ઘટના અંગે વધુ વિગતો સામે આવવાની રાહ જોવાઈ રહી છે.