સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીના પ્રોફેસર ડો. જયદીપસિંહ ડોડિયાનો જૂનાગઢ ભવનાથ તળેટીમાં ઋણ સ્વીકાર સમારોહ યોજાયો

સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીના પ્રોફેસર ડો. જયદીપસિંહ ડોડિયાનો જૂનાગઢ ભવનાથ તળેટીમાં ઋણ સ્વીકાર સમારોહ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ તા.ર૮
સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીના અંગ્રેજી ભવનના સિનિયર પ્રોફેસર અને પૂર્વ ઈન્ચાર્જ કુલપતિ ડો. જયદીપસિંહ ડોડિયાનો ઋણ સ્વીકાર કાર્યક્રમ જૂનાગઢ ભવનાથ તળેટીમાં કુદરતના સાનિધ્યમાં યોજાયો હતો. ડો. સુભાષ મહિલા કોલેજના પ્રિન્સિપાલ, અતુલ્ય વારસો સન્માન અને કાગ એવોર્ડ વિજેતા ડો. બલરામ ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં સામાજિક અગ્રણી યોગીભાઈ પઢિયાર, ભીમાભાઈ ડાંગર અને ભૂતપૂર્વ પ્રાધ્યાપક તથા અગ્રણી બિલ્ડર ડો. પ્રવીણ ભેડા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કેશોદ તાલુકાના શિલોદર જેવા નાના ગ્રામ્ય વિસ્તારમાંથી આવીને અંગ્રેજી ભાષામાં સશક્ત કારકિર્દી બનાવનાર, યુનિવસિર્ટીના વિવિધ સત્તામંડળોમાં આગવું સ્થાન ધરાવનાર અને ઇન્ચાર્જ કુલપતિ તરીકે નોંધપાત્ર સેવા આપનાર ડો. ડોડિયા વય મર્યાદાને કારણે નિવૃત્ત થઈ રહ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ પચાસથી વધુ વિદ્યાર્થીઓએ પીએચ.ડી. પ્રાપ્ત કરી છે. આ તમામ રિસર્ચ સ્કોલર્સ દ્વારા આ ઋણ સ્વીકાર કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં પાંત્રીસથી વધુ રિસર્ચ સ્કોલર્સ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ડો. નરેશ સોલંકીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ત્યારબાદ મહેમાનોનું શાલ અને પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવસિર્ટીના અંગ્રેજી ભવનના અધ્યક્ષ પ્રોફે. ડો. ફિરોઝ શેખે ડો. ડોડિયાનો પરિચય આપ્યો હતો. ત્યારબાદ પ્રો. ડો. દિલીપ બારડ (ભાવનગર), પ્રિન્સિપાલ ડો. ઇન્દ્રવદન પુરોહિત (માંગરોળ), ડો. સીમા ગીડા (રાજકોટ), ડો. શીતલ ઠાકોર (માંગરોળ), પ્રિન્સિપાલ ડો. દર્શા જાની (અમદાવાદ) અને ડો. પ્રવીણ ભેડા (ઉપલેટા)એ ડો. ડોડિયા સાથેના સંસ્મરણો વાગોળી તેમની વિદ્યાર્થી ઉત્કર્ષ માટેની તત્પરતા અને નિ:સ્વાર્થ સેવાભાવનાને બિરદાવી હતી. ડો. રૂપા ડાંગર (જૂનાગઢ) દ્વારા પ્રશસ્તિપત્રનું વાચન કરાયું હતું અને મહાનુભાવોના હસ્તે ડો. ડોડિયાને સ્મૃતિચિહ્ન એનાયત કરાયું હતું. આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીના પૂર્વ કુલપતિ ડો. કમલેશ જોષીપુરા અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવસિર્ટીના પૂર્વ કુલપતિ ડો. ચેતન ત્રિવેદીના શુભેચ્છા સંદેશનું વાચન ડો. ભાવિશા વ્યાસે કર્યું હતું. અંતમાં ડો. જયદીપસિંહ ડોડિયાએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, આ સફળતા પાછળ ઘણો સંઘર્ષ રહ્યો છે, જેમાં પરિવારની હૂંફ અને વિદ્યાર્થીઓનો સહકાર મળ્યો છે, જે બદલ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. પોતાના વિદ્યાર્થીઓ આજે દેશ-વિદેશમાં વિવિધ ક્ષેત્રે યોગદાન આપી રહ્યા છે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો. અધ્યક્ષીય ઉદ્બોધનમાં ડો. બલરામ ચાવડાએ ડો. ડોડિયાના બાહોશ વ્યક્તિત્વની પ્રશંસા કરી હતી. કાર્યક્રમનું સુંદર સંચાલન ડો. નયન ટાંક (પોરબંદર) એ કર્યું હતું, જ્યારે આભારદર્શન ડો. રાજેશ લાડવા (માળિયા-હાટીના) એ કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા ડો. રાજેશ લાડવા, ડો. નરેશ સોલંકી, ડો. ફિરોઝ શેખ, ડો. નયન ટાંક, ડો. રૂપા ડાંગર, ડો. શીતલ ઠાકોર, ડો. આશિષ શુક્લ, ડૉ. કેતન ગેડીયા, ડો. મુકેશ ભેસાણીયા, ડો. વિજયસિંહ સરવૈયા સહિતનાએ જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે રાજકોટથી ડો . જયંત ભાલોડિયા, ડો. ઈરોસ વાજા, ડો. નીરવ ભટ્ટ ( ચહલ એકેડેમી ) તેમજ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના અંગ્રેજી વિષયના અધ્યાપકો પણ ઉપસ્થિત રહ્યા હતા.