કાળવા ચોકમાં બેસવા બાબતે મારમારી રૂા.ર૬૦ની લુંટ

કાળવા ચોકમાં બેસવા બાબતે મારમારી રૂા.ર૬૦ની લુંટ

જૂનાગઢ તા.ર૧
જૂનાગઢના કાળવા ચોકમાં બેસવા બાબતે મારમારી રૂા.ર૬૦ની લુંટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ૬ શખ્સો સામે એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.  આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર એ ડીવીઝન પોલીસ મથકે ધવલ રમેશ ડોડીયાએ દેવ રાજુ સોલંકી, યોગેશ બગડા, વિશાલ માંડવીયા, માનવ સોલંકી અને બે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી તથા તેના મીત્રો કાળવા ચોકમાં ભુમી પાન પાસે નાસ્તો કરતા હોય ત્યારે એક અજાણ્યો છોકરો આવેલ અને ફરીયાદીને એકબાજુ બેસો તેમ જણાવી બેસવા બાબતે ફરીયાદીને કહેલ કે તમારે બાધવુ છે તો બોલો જેથી ફરીયાદીએ ના પાડેલ ત્યારે આરોપી દેવ સોલંકી અને યોગેશ આવેલ અને ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ ત્યારે પછી ફરીયાદી અને સાહેદો ત્યાંથી એવન પાન પાસે જતા આરોપીઓએ ત્યાં આવી ગાળાગાળી કરી કાઠલો ફરીયાદીના ખીસ્સામાંથી ર૬૦ રૂપિયાની લુટ કરી છરી વડે તથા પટ્ટાવડે અને ઢીકાપાટુનો મારમારી ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.