જૂનાગઢમાં જમાલવાડી વિસ્તારમાં બાવળનું ઝાડ કાપવા બાબતે મારામારી- સામસામી ફરીયાદ

જૂનાગઢમાં જમાલવાડી વિસ્તારમાં બાવળનું ઝાડ કાપવા બાબતે મારામારી- સામસામી ફરીયાદ
AI Image

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.ર૧
જૂનાગઢના જમાલવાડી રોડ પર બાવળનું ઝાડ કાપવા બાબતે મારામારી થતા સામસામે પોલીસ ફરીયાદ એ ડીવીઝન પોલીસ મથકે નોંધાઈ છે.  આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે રશીયાદખાન નાસીરખાન પઠાણએ જુમ્માભાઈ સુમરા, નવસાદ સુમરા, હારૂન સુમરા અને અરમાન વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી તથા આરોપી હારૂન સુમરાને બાવળનું ઝાડ કાપવા બાબતે બોલાચાલી થતા તેનું મનદુ:ખ રાખી ચારેય આરોપીઓએ ધોકા, છરી, ફરશી સહિતના હથીયારો સાથે આવી ફરીયાદી અને સાહેદ સાથે ગાળાગાળી કરી માથાકુટ કરી મારમારી ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપેલ જયારે સામાપક્ષે રોનકબેન હારૂનભાઈ સુમરાએ રશીયાદખાન, ફેસલખાન, સમીરખાન અને હસીનાબેન વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી તથા આરોપીઓ બાજુ બાજુમાં રહેતા હોય અને આરોપી રશીયાદખાને તેના ઘર પાસે બાવળનું ઝાડ કાપતા તેની ફાળીઓ ફરીયાદીના ઘરના સીમેન્ટના પતરા પર પડતા ફરીયાદીએ ધ્યાન રાખવાનું કહેવાના મનદુ:ખે ચારેય આરોપીઓએ ફરીયાદીના પતિ સાથે બોલાચાલી કરી ફરીયાદી અને સાહદો સાથે મારામારી કરી ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે બંને પક્ષે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.