દિલ્હી એરપોર્ટ પર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને ૩ કલાક રોકી રખાયા : વિવાદ
નવી દિલ્હી તા.૨૧:
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને પેરિસથી પરત ફર્યા બાદ દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આશરે ત્રણ કલાક રોકવામાં આવ્યા હતા અને રૂ. ૫૦,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હોવાનો આમ આદમી પાર્ટી (AAP)એ આરોપ લગાવ્યો છે.
આ ઘટનાને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. બીજી તરફ, કસ્ટમ્સ વિભાગનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, સામાનમાં કેટલીક વસ્તુઓ જાહેર નહીં કરવાને કારણે રૂ. ૫૦,૦૦૦ની કસ્ટમ્સ ડ્યૂટી વસૂલવામાં આવી હતી.
ત્યારબાદ અધિકારીઓએ ઉપરથી દબાણ હોવાની વાત કહીને રૂ. ૫૦,૦૦૦નો દંડ ફટકાર્યો હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો હતો. અઅઙએ આ ઘટનાને પંજાબના મુખ્યમંત્રીનું અપમાન ગણાવ્યું હતું.


