ર૦ર૭માં યોજાનારી ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં સપા-કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થશે : બેઠકોની વહેંચણી માટે ચર્ચા શરૂ

ર૦ર૭માં યોજાનારી ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં સપા-કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થશે : બેઠકોની વહેંચણી માટે ચર્ચા શરૂ

નવી દિલ્હી તા.૨૧:
ઉત્તર પ્રદેશમાં ૨૦૨૭માં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી (સપા) વચ્ચે ગઠબંધન તથા બેઠકોની વહેંચણીને લઈને રાજકીય હલચલ તેજ બની છે.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરા સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ સાથે બેઠક વહેંચણીની મંત્રણા કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. કોંગ્રેસ ગઠબંધન હેઠળ ઓછામાં ઓછી ૧૨૫ બેઠકો મેળવવા માગે છે.
પ્રિયંકા ગાંધીએ સોમવારે ઉત્તર પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે આશરે ત્રણ કલાક બેઠક યોજી હતી. આ બેઠકમાં લગભગ ૧૭૫ બેઠકો અંગે ચર્ચા થઈ હતી. કોંગ્રેસે બેઠકોને ત્રણ કેટેગરીમાં વહેંચી છે, જેમાં આશરે ૧૦૦ કેટેગરી-A, ૪૦થી ૫૦ કેટેગરી-B અને ૨૫થી ૩૫ કેટેગરી-C બેઠકોનો સમાવેશ થાય છે.
આ અઠવાડિયે ફરી બેઠક યોજાયા બાદ કોંગ્રેસ સપાને ૧૨૫થી ૧૫૦ બેઠકોની યાદી સોંપી શકે છે. પક્ષના સૂત્રો અનુસાર, નવેમ્બર સુધીમાં બેઠક વહેંચણી અંગે સમજૂતી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.