અમુલ દૂધના ભાવમાં રૂ.2નો પ્રતિ લિટરનો વધારો

અમુલ દૂધના ભાવમાં રૂ.2નો પ્રતિ લિટરનો વધારો

અમદાવાદ તા.13
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડની યાદી પ્રમાણે અમૂલ દૂધના મુખ્ય વેરિએન્ટ/પેકમાં પ્રતિ લિટર રૂ.2/- નો વધારો કરવામાં આવ્યો છે. આ નવા ભાવ 14 મે 2026થી સમગ્ર ભારતમાં અમલમાં આવશે. મુખ્ય વિગતો:આ ભાવ વધારો મહત્તમ વેચાણ કિંમતમાં 2.5% થી 3.5% નો વધારો સૂચવે છે, જે સરેરાશ ખાદ્ય ફુગાવા કરતા ઓછો છે.