વડાપ્રધાને ગોવામાં વિશ્વની સૌથી ઊંચી ભગવાન રામની મૂર્તિનું અનાવરણ કર્યું
વડાપ્રધાન મોદી કહ્યું, કે આજે રામાયણ પર આધારિત થીમ પાર્કનું પણ લોકાર્પણ કરાયું છે, આગામી પેઢી માટે આ ધ્યાન, પ્રેરણા અને સાધના માટે કેન્દ્ર બનશે
કણકોણ, તા.29
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગોવાના કણકોણમાં આવેલા શ્રી સંસ્થાન ગોકર્ણ જીવોત્તમ મઠમાં ભગવાન શ્રીરામની ૭૭ ફૂટ ઊંચી વિશ્વની સૌથી મોટી રામ પ્રતિમાનું અનાવરણ કર્યું છે. આ ભવ્ય પ્રતિમા ફેમસ મૂર્તિકાર રામ સુતારે બનાવી છે, જેમણે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પણ ડિઝાઇન કરી હતી.
આ કાંસાની પ્રતિમા ૭૭ ફૂટ ઊંચી છે, જે તેને ભગવાન રામની અત્યાર સુધીની સૌથી ઊંચી સ્થાપિત પ્રતિમા બનાવે છે. અનાવરણ બાદ એક જાહેરસભાને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે, શ્રી સંસ્થાન ગોકર્ણ પોર્ટુગીઝ જીવોત્તમ મઠ પોતાની સ્થાપનાના ૫૫૦ની વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. વીતેલા ૫૫૦ વર્ષોમાં આ સંસ્થાએ સમયના કેટલાય ચક્રવાત વેઠ્યા છે. યુગ બદલાયો, સમય બદલાયો, દેશ અને સમાજમાં કેટલાય પરિવર્તન થયા, પણ બદલાતા યુગ અને પડકાર વચ્ચે આ મઠે પોતાની દિશા નથી ખોઈ, પણ મઠ લોકોને દિશા આપનારું કેન્દ્ર બનીને ઊભર્યું અને આ તેની સૌથી મોટી ઓળખ છે.
આ અગાઉ, પ્રધાનમંત્રી મોદીએ સમારંભ દરમિયાન મઠ પરિસરમાં આવેલા મંદિરના દર્શન કર્યા અને પૂજા અર્ચના કરી. આ મઠ ભારતના સૌથી જૂના મઠવાસી સંસ્થામાંથી એક છે, જે પોતાની આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સામાજિક યોગદાન માટે ઓળખાય છે અને સારસ્વત સમુદાયમાં એક મુખ્ય સ્થાન ધરાવે છે. ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ડિઝાઇન કરનાર શિલ્પકાર રામ સુતાર દ્વારા બનાવવામાં આવેલી, તે વિશ્વની ભગવાન રામની સૌથી ઊંચી પ્રતિમા છે. ગોવાના રાજ્યપાલ અશોક ગજપતિ રાજુ, મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાઈક અને રાજ્ય કેબિનેટ મંત્રીઓએ સમારોહમાં હાજરી આપી હતી.
મઠ પરંપરાની ૫૫૦મી વર્ષગાંઠ નિમિત્તે ૨૭ નવેમ્બરથી ૭ ડિસેમ્બર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. ગોવામાં મઠ સંકુલ ૩૭૦ વર્ષ પહેલાં કાનાકોના (દક્ષિણ ગોવા જિલ્લો) ના પર્તાગલ ગામમાં બનાવવામાં આવ્યું હતું. આ દિવસો દરમિયાન અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ ૭,૦૦૦ થી ૧૦,૦૦૦ લોકો મઠ સંકુલની મુલાકાત લે તેવી અપેક્ષા છે. ભગવાન રામની આ પ્રતિમા નોઈડા સ્થિત પ્રખ્યાત શિલ્પકાર રામ સુતારના માર્ગદર્શન હેઠળ બનાવવામાં આવી હતી, જેમણે ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની પણ રચના કરી હતી. ભગવાન રામને ધનુષ્ય અને તીર ધારણ કરેલું દર્શાવતી આ પ્રતિમા મનમોહક છે. આ પ્રતિમામાં ભગવાન રામની દિવ્યતા અને સૌમ્યતા જાેઈ અને અનુભવી શકાય છે.
૭૭ ફૂટની રામ ભગવાનની આ પ્રતિમા કાંસાંમાંથી બનાવાઈ છે. અનાવરણ પહેલા PM મોદીએ મઠમાં દર્શન કરી પૂજા પણ કરી હતી. નોંધનીય છે કે આ મઠ ભારતનાઆ સૌથી પૌરાણિક મઠમાંથી એક ગણાય છે. આ મઠનું સારસ્વત સમાજમાં પ્રમુખ સ્થાન છે. આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સામાજિક યોગદાન માટે આ મઠ જાણીતું છે. પ્રતિમાના અનાવરણ બાદ PM મોદીએ કહ્યું, કે શ્રી સંસ્થાન ગોકર્ણ જીવોત્તમ મઠે છેલ્લા ૫૫૦ વર્ષમાં અનેક વાવાઝોડા જાેયા. યુગ બદલાયો, સમાજ તથા દેશમાં અનેક પરિવર્તન આવ્યા પણ અનેક પડકારો વચ્ચે પણ આ મઠ પોતાની દિશાથી ભટક્યું નહીં.
PM મોદીએ વધુમાં કહ્યું, કે આજે રામાયણ પર આધારિત થીમ પાર્કનું પણ લોકાર્પણ કરાયું છે. આગામી પેઢી માટે આ ધ્યાન, પ્રેરણા અને સાધના માટે કેન્દ્ર બનશે. જ્યારે ગોવામાં મંદિરો અને સ્થાનિક પરંપરાઓ પર સંકટ ઊભું થયું ત્યારે પણ તે પરિસ્થિતિઓમાં પણ સમાજનો આત્મા નબળો થયો નહીં. ગોવાની વિશેષા રહી છે કે અહીંની સંસ્કૃતિએ પોતાનું મૂળ સ્વરૂપ જાળવી રાખ્યું અને સમય સાથે પુનર્જીવિત પણ કરી. જેમાં આ મઠ જેવી સંસ્થાઓનું મોટું યોગદાન રહ્યું. અયોધ્યામાં રામ મંદિરની પુન:સ્થાપના, કાશીમાં વિશ્વનાથ ધામનો પુનરોદ્ધાર, ઉજ્જૈનમાં મહાકાલ મહાલોકનો વિસ્તાર આપણાં રાષ્ટ્રની જાગરૂકતાને દર્શાવે છે.


