આવક કરતા વધુ સંપત્તિ હોવાના આરોપસર અસમમાં સિવિલ સર્વિસ ઓફિસર નૂપુર બોરાની ધરપકડ.
અસમમાં સિવિલ સર્વિસ ઓફિસર નૂપુર બોરાના ઘરે પોલીસે રેડ પાડતા ૯૦ લાખથી વધુ રકમની રોકડ તેમજ એક કરોડથી વધુ રકમનું સોનું પણ જપ્ત કરવામાં આવેલ હતા. આ અંગે અસમના મુખ્યમંત્રી હેમંતે બિસ્વાના કહેવા અનુસાર નૂપુર બોરાની વિરુદ્ધ જમીન વેચાણ અંગેની તેમજ કામોમાં ગેરરીતી અંગે વારંવાર અનેકો ફરિયાદો મળ્યા કરતી હતી. જેના આધારે નૂપુર બોરા પર આશરે ૬ મહિના સુધી નજર રાખવામાં આવે હતી. નૂપુર બોરા એ બારપેટામાં ફરજ વખતે કરોડો રૂપિયાની ધાર્મિક અને સરકારી જમીન ખોટી રીતે અયોગ્ય લોકોના નામે કરી હતી. જેમાંથી મોટાભાગની જમીન હિન્દુઓની હતી જેને અનુચિત પણે મુસ્લીમોના નામે કરી દેવામાં આવી છે. આમ આવક કરતા વધુ સંપતિ રાખવા અને ફરજ પર ગેરરીતી આચરવા સહિતના ગુનામાં નૂપુર બોરાની પોલીસ દ્વારા ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરાઈ છે.


