ર૦ર૬માં ચાંદીનો ભાવ રૂા.ર.પ૦ લાખ થઈ જવાની ધારણા
(એજન્સી) નવી દિલ્હી તા.૧૯:
ચાંદીના ભાવ છેલ્લા કેટલાક સમયથી સતત વધી રહ્યા છે, અને નિષ્ણાતો હવે માને છે કે આ વલણ ૨૦૨૬ સુધી ચાલુ રહી શકે છે. ભારતીય રૂપિયામાં ચાંદીના ભાવ રૂા.૨.૨૫ લાખ થી રૂા.૨.૫૦ લાખ પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી શકે છે.
ચાંદીના ભાવ છેલ્લા કેટલાક સમયથી સતત વધી રહ્યા છે, અને નિષ્ણાતો માને છે કે આ વલણ ૨૦૨૬ સુધી ચાલુ રહી શકે છે. ભારતીય રૂપિયામાં ચાંદીના ભાવ રૂા.૨.૨૫ લાખ થી રૂા.૨.૫૦ લાખ પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી શકે છે.
કોમોડિટી બજારના નિષ્ણાતોના મતે, ચાંદીના ભાવને સૌથી મોટો ટેકો ઔદ્યોગિક માંગમાંથી મળી રહ્યો છે. સોલાર પેનલ, ઇલેક્ટ્રિક વાહનો અને ઇલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રોમાં ચાંદીનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. વધુમાં, ગ્રીન એનર્જીમાં વધતા વૈશ્વિક રોકાણો પણ ચાંદીની મજબૂત માંગમાં ફાળો આપી રહ્યા છે.
નિષ્ણાતો એમ પણ માને છે કે જો અમેરિકા અને યુરોપમાં વ્યાજ દરમાં ઘટાડો શરૂ થશે, તો રોકાણકારો સુરક્ષિત વિકલ્પો તરફ વળશે. પરિણામે, સોનાની સાથે ચાંદીમાં રોકાણ વધી શકે છે. ડોલર નબળો પડવો અને વૈશ્વિક આર્થિક અનિતિતાને પણ ચાંદીના ભાવને ટેકો આપતા મુખ્ય પરિબળો માનવામાં આવે છે.


