ગૃહિણીઓના યોગદાનને માન્યતા આપવાનો સમય આવી ગયો છે: દિલ્હી હાઈકોર્ટ

ગૃહિણીઓના યોગદાનને માન્યતા આપવાનો સમય આવી ગયો છે: દિલ્હી હાઈકોર્ટ
INDIA TODAY

(એજન્સી)   નવી દિલ્હી તા.૧૩
ઘર બનાવવા અને ચલાવવામાં ગૃહિણીઓના યોગદાનને મહત્વપૂર્ણ માનતા, દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે હાલમાં ઘર, પરિવાર અને બાળકોની સંભાળ રાખવામાં ગૃહિણીઓના યોગદાનને માન્યતા આપવા માટે કોઈ કાનૂની આધાર નથી. આ યોગદાન ઘણીવાર છુપાયેલું અને ઓછું આંકવામાં આવે છે. તેમના યોગદાનને ઓળખવા પર ભાર મૂકતા, હાઈ કોર્ટે કહ્યું કે 
આનાથી તેમના માલિકી અધિકારો નક્કી કરવામાં મદદ મળશે અને આવા યોગદાનનું મૂલ્ય નક્કી કરી શકાય છે.