ભાવના કંઠ ભારતીય વાયુ દળની પહેલી મહિલા ‘ટોપગન‘ બની
(એજન્સી) નવી દિલ્હી, તા.૮
ભારતીય વાયુસેનાની જાનબાજ અધિકારી સ્કવોડ્રન લીડર ભાવના કંઠે ઈતિહાસના પાના પર એક વધુ નવો અધ્યાય જોડયો છે. તે ’ફાઈટર કોમ્બેટ લીડર‘ કોર્સને પુરો કરનાર દેશની પહેલી મહિલા પાયલોટ બની છે. આ ઐતિહાસિક સિદ્ધિની સાથે જ ભાવના ભારતીય વાયુસેનાની પ્રથમ ‘ટોપગન‘ કોમ્બેટ ટેકનિશિયન પણ બની ગઈ છે. ઉલ્લેખનીય છે કે, ગ્વાલિયર સ્થિત ’ટેકિટકસ એન્ડ એર કોમ્બેટ એસ્ટાબ્લીસમેન્ટ‘ (ટીએસીડીએસ) માં આયોજીત થનાર આ ૨૦ સપ્તાહનો કોર્સ ભારતીય વાયુસેનાના સૌથી એડવાન્સ અને સખ્ત ટ્રેનીંગમાંનો એક છે તેની તુલના અમેરિકાની નૌસેનાના ‘ટોપગન‘ પ્રોગ્રામ સાથે પણ કરવામાં આવે છે અને તેમાં માત્ર ખૂબ જ પસંદગીના ફાઈટર પાયલોટોને જ પ્રવેશ મળે છે. એફસીએલ કોર્સ પુરા કરનાર પાયલોટ આસમાનમાં મિશનોનું નેતૃત્વ કરવામાં સક્ષમ થઈ જાય છે.


