અયોધ્યા, મથુરા, કાશીના મંદિરોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી : હાઈએલર્ટ

અયોધ્યા, મથુરા, કાશીના મંદિરોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી : હાઈએલર્ટ

(એજન્સી)       નવી દિલ્હી તા, ૫
ઉત્તર પ્રદેશના અયોધ્યા, મથુરા અને કાશી (વારાણસી) જેવા પ્રમુખ ધામિર્ક શહેરોના પ્રસિદ્ધ મંદિરોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. ધમકીભર્યા ઈ-મેલમાં ૮ નવેમ્બરથી ૨૭ નવેમ્બર વચ્ચે બોમ્બ વિસ્ફોટ કરવાની વાત કહેવામાં આવી છે. આ સિવાય દિવાળીના દિવસે સવારે ૯.૧૧ થી ૧૧.૧૧ વાગ્યાની વચ્ચે મંદિરમાં ધમાકો કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
મંદિરોની સાથે કેટલીક શાળાઓ અને પંજાબી ગાયક દિલજીત દોસાંજ તેમજ બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન સાથે જોડાયેલા કાર્યક્રમોને પણ આઈઈડી ધમાકાથી ઉડાવી દેવાની ધમકી મળ્યાનું સામે આવ્યું છે.
આ ઈ-મેલ કથિત રીતે ‘ખાલિસ્તાન નેશનલ આર્મી‘ નામના આતંકી સંગઠન સાથે જોડાયેલા હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જોકે તપાસ એજન્સીઓ હાલમાં આ દાવાની સત્યતા ચકાસી રહી છે.