જૂનાગઢ તાલુકાનાં ડુંગરપુરની સીમમાં રૂા.૧.૧૩ કરોડનાં પ૦પ૭૯ દારૂની બોટલનો નાશ કરાયો
જૂનાગઢ તા.પ
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સુચના મુજબ જીલ્લામા પકડાતો ઇંગ્લીશ દારૂ સમયાંતરે નાશ કરવા સુચના થઇ આવેલ હોય. જે અન્વયે ગઈકાલે જૂનાગઢ શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યા તથા જુનાગઢ એસડીએમ વૃષાલી કાંબળે (IAS) તથા વંથલી એસડીએમ નિકુંજ કુમાર ડીધુળા તેમજ વહિવટી તંત્રના અધિકારી/કર્મચારી તેમજ પોલીસ અધિકારી તથા કર્મચારીઓની હાજરીમા સને ૨૦૨૬ દ૨મ્યાન જુનાગઢ જીલ્લાના એ ડીવીઝન, બી ડીવીઝન, જુનાગઢ તાલુકા, બીલખા, વંથલી પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ ગેરકાયદેસ૨ ઇંગ્લીશ દારૂનો જથ્થો જેમા અલગ અલગ પો.સ્ટે. ના કુલ ૧૭૧ ગુન્હાનો મુદામાલ પૈકી ઈંગ્લીશ દારૂની નાની મોટી બોટલ નંગ-૫૦,૫૭૯ જેની કુલ કી.રૂ.૧,૧૩,૮૮,૨૬૦/- નો મુદામાલ આજરોજ પંચોની હાજરીમા ડુંગરપુર ધાર ખાતે નાશ ક૨વામા આવેલ છે.


