ઉના તાલુકાના દેલાવડા ગામે નિધિ ક્રેડિટ કો ઓપરેટીવ શરાફી સહકારી મંડળીના ચેરમેન અને મેનેજર સામે ઉના પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ
૨૨થી વધુ ખાતા ધારકોના કુલ રૂપિયા ૧ કરોડ ૫૦ લાખ ૬૩ હજાર ૪૦૪ રૂપિયાની ઉંચાપાત અને વિશ્વાસ ઘાત અને છેતરપિંડી : ભોગ બનનાર ખાતા ધારકો સાથે આવેદનપત્ર આપી આરોપીઓને પકડી લોકોની જીવન મરણની મૂડી પાછી આપવવા માંગણી
(પ્રતિનિધિ દ્વારા)
ઉના, તા.પ
ઉના તાલુકાના દેલવાડા ગામે નર્મદા કોમ્પ્લેક્સમાં નિધિ ક્રેડિટ કો ઓપરેટીવ સોસાયટી શરાફી સહકારી મંડળી લી.નામની ઓફિસ દેલાવડાની મહિલા મનીષબેન ચન્દ્રકાન્તભાઈ પંડ્યા અને મેનેજર દિનેશભાઇ જગુભાઈ ઉર્ફે પુંજાભાઈ રાઠોડ રે. ઉનાએ ખાતા ધરકોને મહિને બે ટકા અને વરસે ૨૪ ટકા ઉંચા વ્યાજ આપવાની લાલચ આપી ખાતા ખોલાવી દૈનિક બચત કરાવતા હતા. ગત તા.૨૫/૧૦/ર૦૨૬ પહેલા ઓફિસ બંધ કરી નાસી ગયા હતા અને આ અંગે ઉના પોલીસ સ્ટેશનમાં ઉનાના અનિરુદ્ધભાઈ મકવાણા સહીત ચાર ખાતા ધારકોએ ઉના પોલીસમાં લેખિત અરજી આપી હતી જેનો અખબારમાં સમાચાર આવતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ઉના શહેર અને તાલુકાના સેંકડો લોકોના કરોડો રૂપિયા સલવાઈ ગયા હોય. તમામ લોકોએ આધાર પુરાવા સાથે ઉનાના નગર સેવીકા રાજલબેન અલ્પેશભાઈ બામભણીયા (બારોટ ) અને કોળી યુવા સંગઠનના પ્રમુખ અલ્પેશભાઈ કાનજીભાઈ બામભણીયા અને કોળી આગેવાનોને રૂબરૂ રજુઆત કરતા. ગઈકાલે સાંજે બન્નેની આગેવાની હેઠળ ઉના પ્રાંત કચેરીએ પ્રાંત અધિકારીને તેમજ ઉના પોલીસ સ્ટેશનના અધિકારીને આવેદન પત્ર આપી ફરિયાદ દાખલ કરવા અને આરોપીઓને પકડી લોકોને મરણ મૂડી પરત આપવા માંગણી કરતા પોલીસ સફાળી જાગી.
ઉનાના પોલીસ ઇન્સ્પેક્ટર ક્રિષ્નકુમારસિંહ ઇંદ્રસિંહ જાડેજાએ ભોગ બનનાર વૈશાલીબેન વિજયભાઈ ફુલબારીયા રે.નવાબંદર તા. ઉનાને ફરિયાદી બનાવી ઉના પોલીસ સ્ટેશનમાં શ્રી નિધિ ક્રેડિટ કો ઓપરેટીવ સોસાયટી શરાફી સહકારી મંડળી દેલવાડાના ચેરમેન મનીષબેન ચન્દ્રકાન્તભાઈ પંડયા અને તેના મેનેજર દિનેશભાઈ જગુભાઈ ઉર્ફે પુંજાભાઈ રાઠોડ રે. ઉનાએ ગત વરસ ૨૦૨૦થી ૨૨/૧૦/૨૦૨૬ દરમ્યાન મંડળીના ખાતેદાર બનાવી વૈશાલીબેન તેમજ તેમના પતિ વિજયભાઈ રતિલાલ ફુલબારીયા, એટુકડે ટુકડે જમાં કરવા ૪૫ લાખનો ચેક આપેલ સસરા રતિલાલ બાબુભાઇ ફુલબારીયાએ ૧૦,૫૦૦૦૦/, જમાં કરાવેલ નણદોયા વિનોદભાઈ હરજીવનભાઈ ૧૫ લાખ જમાં કરાવેલ કુલ એક જ પરિવારે ૭૦ લાખ ૫૦૦૦૦/ જમાં કરાવેલ તેમજ ઉના શહેર, દેલાવડા, દાંડી, રામપરા, ચાકવડ, દુધાળા, નવાબંદર વગેરે ગામોંના ૧૭થી વધુ લોકોને દર મહિને ૨ ટકા વ્યાજ આપવાની લાલચ આપી કુલ રૂપિયા ૮૦ લાખ ૧૩૪૦૪/ રૂપિયા ઉઘરાવી કુલ રૂપિયા ૧ કરોડ ૫૦ લાખ ૬૩૪૦૪/ થી વધુ રકમ ઉઘરાવી મંડળીની ઓફિસને તાળા મારી નાસી ગયા હતા. આ ફરિયાદનો ખાલી નિધિ કો ઓપરેટીવ સોસાયટી શરાફી સહકારી મંડળી લી. છે. દેલવાડા પોસ્ટ ઓફિસમાં પણ મનીષબેન ચન્દ્રકાન્ત પંડયા બચત એજન્ટ તરીકે કામ કરતા હોય ત્યાં કેટલા ખાતા ધારકોની કેટલી રકમ કૌભાંડ થયુ તેની હજુ માહિતી મળી નથી. પોલીસે બન્ને આરોપીઓની નામ જાેગ અને અન્ય શડોવાયેલ આરોપીઓ સામે ૧ કરોડ ૫૦ લાખ ૬૩૪૦૪થી વધુ રકમ ઉઘરાવી પોતાના અથવા તેના વતી અન્ય કોઈ અંગત ઉપીયોગમાં લઇ મંડળી બંધ કરી ફરિયાદ અને સાહેદઓને રૂપિયાના ચૂકવી અગાઉ પૂર્વ આયોજન કરી છેતરપિંડી અને વિશ્વાસ ઘાત કરી ભાગી ગયાની ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે મ્દ્ગજ કલમ ૩૧૬(૨), ૩૧૩(૫), ૩૧૮(૪), ૬૧(૧), ૫૪ તથા ગુજરાત પ્રોટેક્શન ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝીટ ઈન ફાઇન્સયલ અધિનિયમ એસ્ટેબલિસ્ટ એક્ટ ૩ મુજબ ગુનો દાખલ કરેલ છે. પોલીસ ઇન્સ્પેક્ટર કે. આઈ. જાડેજાએ લોકોને અપીલ કરી છે કે જે કોઈ આ મહિલા મનીષબેન અને દિનેશભાઇ રાઠોડનો ભોગ બનેલ હોય તેમણે ઉના પોલીસ સ્ટેશને આધાર પુરવા સાથે રજુઆત કરવા જણાવેલ છે. જાણવા મળતી વિગતો મુજબ આરોપીઓ ભારત છોડી વિદેશ જવાની પેરવીમાં હોય તુરંત પકડવા માંગણી ઉઠી છે.


