ફલોરિડામાં ટ્રમ્પ પેલેસ નજીક જ મિસાઈલની જેમ રોડ પર વિમાન ક્રેશ : ૯ના મોત
ફ્લોરિડા,તા.૨
ફ્લોરિડામાં એક પ્રાઇવેટ બિઝનેસ જેટ વિમાન અચાનક અનિયંત્રિત થઈને મિસાઈલની માફક સીધું જમીન પર તૂટી પડ્યું હતું. આ ભયાનક દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ ૯ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ દુર્ઘટના પ્રમુખ ટ્રમ્પના પેલેસથી લગભગ ૧૧ કિ.મી.ના અંતરે જ સર્જાઈ હતી. ‘લિયરજેટ ૬૦‘ નામનું આ પ્રાઇવેટ બિઝનેસ જેટ ટેક્સાસના ઓસ્ટિન-બર્ગસ્ટ્રોમ ઇન્ટરનેશનલ એરપોર્ટથી બહામાસ માટે રવાના થયું હતું. ઓસ્ટિન એરપોર્ટના પ્રવક્તા જિમ રેનોલ્ડ્સે આ દુર્ઘટનાને એક મોટી ત્રાસદી ગણાવી છે. દુર્ઘટના પહેલાં થોડી જ ક્ષણોમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ અને પાયલટે કટોકટી જાહેર કરતાં કહ્યું કે વિમાન ૨૦૦૦૦ થી ૨૨૦૦૦ ફૂટ પ્રતિ મિનિટની અત્યંત ઝડપે નીચે જઈ રહ્યું છે અને ઓવરસ્પીડની સ્થિતિ છે.


