ઓખા : સમુદ્રમાં બોટના એન્જીનમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગતા જળસમાધિ : પાંચ ખલાસીઓનો બચાવ
(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.ર
ઓખાથી આશરે રપ નોટીકલ માઈલ દૂર અરબી સમુદ્રમાં મધદરિયે ગઈકાલે સવારે મોટી હોનારત સર્જાતા ફીશીંગ કરી રહેલ ફૈઝાને કામુલસા નામની માછીમારી બોટના એન્જીનમાં અચાનક ધડાકો થતાં ભીષણ આગ ફાટી નિકળી હતી. જોતજોતામાં આગે સમગ્ર બોટને લપેટમાં લઈ લેતાં બોટે મધદરિયે જ જળસમાધિ લઈ લીધી હતી. બનાવ સમયે બોટ પર સવાર પાંચ ખલાસીઓનો આબાદ બચાવ થયો હતો. આ બોટ સલાયાના રહીશ હાસમ આદમ ચમડીયાની હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે માછીમારી સમુદાયમાં ક્ષણભર માટે ભારે ચિંતાનો માહોલ સર્જાયો હતો.


