જૂનાગઢમાં સોનાપુરી અને બિલખા રોડ પર વનરાજાેની લટાર : લોકોમાં ભયનો માહોલ
જૂનાગઢ તા. ર
જૂનાગઢ શહેર અને આસપાસનાં જંગલ વિસ્તારમાં ઘણા સમય થયા વન્ય પ્રાણીઓની સતત અવર જવર રહે છે. દિપડા, સિંહ સહીતનાં હિંસક પ્રાણીઓને માટે જૂનાગઢ અને ભવનાથ તળેટી તેમજ ગીરનાર વિસ્તારમાં જાણે ફરવાનું સ્થળ બની ગયું હોય તેમ અવાર નવાર વન્ય પ્રાણીઓ જાેવા મળે છે. ગઈકાલે પણ બિલખા રોડ અને સોનાપુરી નજીક સિંહ લટાર મારતો જાેવા મળ્યો હતો. જેને લઈને ભયનો માહોલ સર્જાયો હતો. જંગલ છોડી રેવન્યુ વિસ્તારમાં સિંહોની અવર જવર સતત વધતી જઈ રહી છે. એક જ દિવસમાં બિલખા રોડ અને સોનાપુરી પાસે સિંહો દેખાયા હતાં. આ ઉપરાંત ગીરનારની સીડી પર પણ અવાર નવાર હિંસક પ્રાણીઓ જાેવા મળે છે. વન્ય પ્રાણીઓની અવર જવરને લઈને વન વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી ઉઠવા પામી છે.
પરંતુ હાલ છેલ્લા ઘણા દિવસથી પડતર પ્રશ્નોની માંગણી સાથે વન કર્મચારીઓની હડતાળ ચાલી રહી છે જેને લઈને જંગલ વિસ્તાર જાણે મુકત બની ગયું હોય તેવું લાગે છે. ટ્રેકરોની ગેરહાજરી અને વન વિભાગનાં કર્મચારીઓની ગેરહાજરીની સ્થિતિમાં સ્થિતિ વધુ કફળી બની છે. દરમ્યાન આગામી દિવસોમાં જ ગરવા ગીરનારની લીલી પરીક્રમા યોજવામાં આવનાર છે અને ત્યાર પહેલા જ વન કર્મીઓની હડતાળ પુરી નહી થાય તો સ્થિતિ વધુ વિકટ બને તેમ મનાય છે.


