જૂનાગઢમાં બેંક ઓફ બરોડાનાં લોકરમાંથી દાગીના ગુમ થયા : શકમંદોનો પોલીગ્રાફ ટેસ્ટ લેવાશે
જૂનાગઢ તા. ર૦
જૂનાગઢમાં રાણાવાવ ચોક ખાતેની બેંક ઓફ બરોડાની શાખાનાં ગ્રાહકના લોકરમાંથી ઘરેણા ગુમ થવા બાબતે કોઈ કડી ન મળતા આખરે ૨ શંકાસ્પદ વ્યક્તિની સાયન્ટિફિક રીતે મનોવૈજ્ઞાનિક પૂછપરછ માટે પોલી ગ્રાફ ટેસ્ટ કરવામાં આવશે. જાેષીપરા ખાતેના અનુપમ એપાર્ટમેન્ટમાં રહેતા હિમાંશુભાઈ ભુપતભાઈ ત્રિવેદી અને તેમના માતા અન્નપૂર્ણાબેન ત્રિવેદીએ રાણાવાવ ચોકમાં આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં જાન્યુઆરી ૨૦૨૪માં લોકર ખોલાવી એમાં રૂપિયા ૪૫ લાખની કિંમતના સોના ચાંદીના ઘરેણા મૂક્યા હતા.
દરમ્યાન તા. ૨૯ ઓક્ટોબર ૨૦૨૪ સુધીનાં સમય દરમિયાન કોઈએ ગાયબ કરી દીધા હતા. ગત તા. ૧૯ નવેમ્બર ૨૦૨૪ના રોજ બી ડિવિઝન પોલીસે રૂપિયા ૧૩,૯૪,૩૮૪ની કિંમતના સોના ચાંદીના દાગીના ચોરીની ફરિયાદ લીધી હતી. આ કેસમાં અજાણ્યા શખ્સે ૩૧ જાન્યુઆરીથી ૨૯ ઓક્ટોબર સુધીમાં બેંકમાં જઈ અન્નપૂર્ણાબહેનની ખોટી ઓળખ ધારણ કરી બેંક કર્મચારીને વિશ્વાસમાં લઈ માતા, પુત્રના સંયુક્ત લોકરને ઓપરેટ કરી તેમાંથી રૂપિયા ૧૩,૯૪,૩૮૪ની કિંમતના સોના ચાંદીના દાગીના ચોરી લીધા હતા.
ઘટનાના આરોપી સુધી પહોંચવા અગાઉ બેંકના એક મહિલા કર્મચારીની સાયન્ટિફિક રીતે વૈજ્ઞાનિક પૂછપરછ કરવામાં આવી હતી. બાદમાં બેંકના ૩ કર્મચારી તેમજ ફરિયાદી પરિવારના ૪ સભ્ય સહિત ૭ની ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના નિષ્ણાંતો મારફતગઈ તા. ૫ મે થી ૯ મે દરમ્યાન ન્ફછ તથા જીડ્ઢજી ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તપાસનીશ પીઆઇ જે. જે. પટેલે જણાવ્યું હતું કે, ૭ વ્યક્તિના ન્ફછ તથા જીડ્ઢજી ટેસ્ટ કરાયા હતા. જેમાંથી ૨ વ્યક્તિ શંકાસ્પદ જણાયેલ હોવાથી બંનેનો પોલીગ્રાફ ટેસ્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંગે ગાંધીનગર ફોરેન્સીક સાઇકોલોજી વિભાગમાં આગામી દિવસોમાં સાયન્ટિફિક રીતે વૈજ્ઞાનિક પૂછપરછ હાથ ધરવામાં આવશે. વિશેષમાં કેસના મૂળ સુધી પહોંચવા પોલીસે બેંકના ૩ મહિનાનાં સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી તપાસ કરવામાં આવી હતી. તેમજ બેંકનું રેકર્ડ પણ ચેક કરવામાં આવ્યું હતું. છતાં પણ આરોપી અંગેની ચોક્કસ કડી હાથ લાગી ન હતી.
આ ટેસ્ટ પોલીગ્રાફ ટેસ્ટ જેને સામાન્ય ભાષામાં લાઈ-ડિટેક્ટર ટેસ્ટ પણ કહેવામાં આવે છે, તે એક એવો પરિક્ષણ છે જે વ્યક્તિ સત્ય બોલે છે કે ખોટું, તેની શક્યતા માપવાનો પ્રયાસ કરે છે. ટેસ્ટ દરમિયાન વ્યક્તિને કેટલીક સેન્સર લગાવવામાં આવે છે, જે હ્રદયની ધડકન, રક્તચાપ, શ્વાસનું દર, ઘમનો પ્રવાહ, સ્કિન રિસ્પોન્સ સહિતની શારીરિક ક્રિયાઓ માપે છે. જ્યારે માણસ ખોટું બોલે છે અથવા તણાવમાં હોય છે, ત્યારે આ શારીરિક ચિન્હોમાં બદલાવ જાેવા મળે છે. પોલીગ્રાફ એક સાથે આ બદલાવ રેકોર્ડ કરે છે. દરમ્યાન જૂનાગઢનાં ડીવાયએસપી હીતેશ ધાધલીયાએ જણાવ્યું હતું કે કોઈપણ કેસમાં ઘનિષ્ઠ તપાસ કરવા છતાં પણ ઘટનાના મૂળ સુધી પહોંચવામાં કડી મળતી ન હોય ત્યારે શકદાર પાસેથી કેસ સંબંધી સાચી માહિતી મેળવવા શંકાસ્પદ વ્યક્તિના પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવે છે. બેંક ઓફ બરોડાના ગ્રાહકના લોકરમાંથી દાગીના ચોરી થવાના કેસમાં શકમંદને પૂછવાના પ્રશ્નો, નિવેદન એફએસએલમાં મોકલેલ છે. જેના આધારે સાયન્ટીફિક વિભાગનાં નિષ્ણાંત દ્વારા ચર્ચા કર્યા બાદ શંકાસ્પદ વ્યક્તિને પ્રશ્નોતરી કરી તારણ મેળવી આપવામાં આવશે.


