જ્યાં સુધી વળતર નહીં મળે ત્યાં સુધી યુધ્ધ ચાલુ રહેશે : ઈરાનની સ્પષ્ટ વાત
(એજન્સી) તહેરાન તા.ર૪
ઈરાને કહ્યું છે કે તે વર્તમાન સંઘર્ષમાં પાછળ હટવાના નથી અને જ્યાં સુધી તેમને થયેલા નુકસાનની ભરપાઈ નહીં મળે, ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે. ઈરાનનાં સુપ્રીમ લીડર મુજતબા ખામેનાઈના વરિષ્ઠ સૈન્ય સલાહકાર મોહસિન રઝાઈએ કહ્યું કે ઈરાનની શરતો સ્પષ્ટ છે, તમામ આર્થિક પ્રતિબંધો હટાવવામાં આવે અને અમેરિકા તરફથી ભવિષ્યમાં કોઈપણ પ્રકારની દખલગીરી નહીં કરવાની નક્કર ગેરંટી આપવામાં આવે. રઝાઈએ ટીવી પર જારી કરેલા પોતાના નિવેદનમાં કહ્યું કે ઈરાની સેના પૂરી તાકાતથી ઓપરેશન ચલાવી રહી છે અને દેશનું નેતૃત્વ નવા સુપ્રીમ લીડર હેઠળ મજબૂતીથી સ્થિતિ સંભાળી રહ્યું છે. યુદ્ધના ૧૫મા દિવસ પછી જ અમેરિકાને પણ સમજાઈ ગયું હતું કે આ સંઘર્ષમાં જીતનો કોઈ રસ્તો નથી. પાકિસ્તાન, ઇજિપ્ત અને તુર્કીયે સાથે મળીને ઇરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.


