જમ્મુ-કાશ્મીરમાં રૂા.ર૦૯ કરોડના ઓનલાઈન રોકાણ કૌભાંડનો પર્દાફાશ

જમ્મુ-કાશ્મીરમાં રૂા.ર૦૯ કરોડના ઓનલાઈન રોકાણ કૌભાંડનો પર્દાફાશ

(એજન્સી)           શ્રીનગર,તા.૧૭:
જમ્મુ-કાશ્મીર પોલીસે ગાંદરબલથી કાર્યરત કરોડો રૂપિયાના ફિશિગ અને નકલી ટ્રેડિગ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે અને હરિયાણાના એક ડોક્ટર સહિત નવ લોકોની ધરપકડ કરી છે. આ ગેંગે ॅટ્ઠૈજટ્ઠદૃટ્ઠેઙ્મં.ર્ષ્ઠદ્બ જેવી નકલી વેબસાઇટનો ઉપયોગ કર્યો હતો. તપાસમાં ૮૩૫ નકલી બેંક ખાતાઓ અને ૨૯૦ ચકાસાયેલ ખાતાઓનો ખુલાસો થયો છે, જેમાં છેલ્લા ૪૫ દિવસમાં ભારતભરના રોકાણકારો પાસેથી ૨૦૯ કરોડ રૂપિયા પ્રાપ્ત થયા હતા. પોલીસનું માનવું છે કે સંપૂર્ણ તપાસ બાદ છેતરપિડીની રકમ ૪૦૦ કરોડ રૂપિયાથી વધુ થવાની ધારણા છે.