એલએનજી ગેસનાં આંતરરાષ્ટ્રીય ભાવમાં ૬ ટકાનો વધારો - ઘર આંગણે કોમર્શીયલ ગેસ વધુ મોંઘો થશે
નવી દિલ્હી તા.31
એક તરફ વૈશ્વિક સ્તરે ક્રુડતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે તથા ભારતના ક્રુડતેલ આયાતના બિલ પર તેની મોટી અસર થશે તથા ઘરઆંગણે કેટલો સમય પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો અટકાવી શકાશે તે પણ પ્રશ્ન છે તે વચ્ચે હવે લીકવીડ નેચરલ ગેસ (એલએનજી)ના ભાવમાં પણ આંતરરાષ્ટ્રીય બજારમાં ૬% જેવો ભાવવધારો થતા જ ભારતને હવે ગેસ આયાતમાં પણ મોટો ફટકો પડશે તેવા સંકેત છે.
એલએનજીના ભાવ ૩૨ ડોલર પ્રતિ મિલિયન બ્રિટીશ થર્મલ યુનિટ પહોંચી ગયા છે. જયારે આકરા ઉનાળાના પ્રારંભે જ જે રીતે યુરોપીયન સંઘમાં ગેસના સ્ટોક પર અસર થઈ રહી છે તેની આંતરરાષ્ટ્રીય બજાર દબાણમાં છે. મધ્યપુર્વમાંથી ગેસની નિકાસ વધી છે. પરંતુ સપ્લાય વારંવાર ખોરવાય છે તેથી ગેસ ભાવ સાથે શીપીંગ-વિમા-પ્રીમીયમ પણ વધી ગયા છે.
હાલ ભારતની ઓઈલ માર્કેટીંગ કંપનીમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં તો અન્ડર રિકવરી ખોટ સહન કરી જ રહી છે. આંતરરાષ્ટ્રીય ધોરણે એલએનજીના ભાવ સતત દબાણમાં છે. યુરોપમાં શિયાળાના આગમન સમયે ગેસનો સ્ટોક ૭૫% છે જેટલો છે. જે ગત વર્ષે આ સમયગાળામાં ૮૩% હતો હવે ભારતને આ ઉંચા ભાવનો ગેસ વર્તમાન બજાર ભાવે વેચવો કયા સુધી પોષાય શકે છે તે પ્રશ્ન છે.


