કોમર્શિયલ ગેસ સિલીન્ડરના ભાવમાં રૂા.42 નો વધારો ઝીંકાયો

6 મહિનામાં કોમર્શિયલ સિલીન્ડરના ભાવમાં 97 ટકા રૂા.1533નો વધારો કરાયો

કોમર્શિયલ ગેસ સિલીન્ડરના ભાવમાં રૂા.42 નો વધારો ઝીંકાયો

(એજન્સી)      નવી દિલ્હી,તા.1:
પેટ્રોલ, ડીઝલ અને સીએનજી પછી તેલ કંપનીઓએ હવે એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. કોમશિર્યલ એલપીજી સિલિન્ડરના ભાવમાં પ્રતિ સિલિન્ડર રૂા.42 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. ૫ાંચ કિલોગ્રામના ફ્રી ટ્રેડ એલપીજી (FTL) સિલિન્ડરના ભાવમાં પણ 11નો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં, તેની કિમત હવે રૂા.821.50 છે. રાજધાનીમાં, 19 કિલોગ્રામના કોમશિર્યલ એલપીજી સિલિન્ડરનો ભાવ પ્રતિ સિલિન્ડર રૂા.3,113.50 થયો છે. કોલકાતામાં, 19 કિલોગ્રામના કોમશિર્યલ એલપીજી સિલિન્ડરનો ભાવ પ્રતિ સિલિન્ડર રૂા.3,255.50 થયો છે. 14.2 કિલોગ્રામના ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
કોમશિર્યલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો હોટલ, ઢાબા, રેસ્ટોરાં, લગ્ન અને પાર્ટી કેટરર્સ અને અન્ય ખાદ્ય વ્યવસાયોના બજેટ પર સીધી અસર કરશે. તેઓ વધેલા ખર્ચનો બોજ ગ્રાહકો પર નાખી શકે છે, જેના કારણે હોટલ અને રેસ્ટોરાંમાં ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો થવાની સંભાવના છે.
આ વર્ષે સતત સાતમી વાર કોમશિર્યલ 19 કિલોગ્રામના સિલિન્ડરની કિમતમાં વધારો થયો છે. આનાથી દિલ્હીમાં કોમશિર્યલ ગેસ સિલિન્ડરની કિમત રૂ.31 થી વધુ થઈ ગઈ છે. નોંધનીય છે કે, આ 6 મહિનામાં કોમશિર્યલ ગેસ સિલિન્ડરની કિમત રૂ.1533 અથવા લગભગ 97% વધી છે. મધ્ય પૂર્વમાં તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે, ઇંધણ અને LPGની સતત અછત જોવા મળી રહી છે. આ જ કારણ છે કે 19 કિલોગ્રામના સિલિન્ડરના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.