ફરી ટેરિફ બોમ્બ ફુટશે ! ભારત-ચીન સહિતના દેશો પર ૧૦૦ ટેરિફ લગાવવાના બીલ પર આજે અમેરીકાની સંસદમાં વોટિંગ
વોશિગ્ટન: તા.૧૬:
અમેરિકી પ્રતિનિધિ સભા રશિયા સેક્શન્સ બિલ પર મતદાન કરનારા છે. આ બિલ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો પર ૧૦૦% સુધીના ટેરિફ લાદવાની સંમતી આપે છે. એક પ્રસ્તાવિત સુધારામાં ખાસ કરીને ભારતનું નામ એવા દેશોમાં સામેલ કરવામાં આવ્યું છે જે શુલ્ક આપવા માટે સક્ષમ છે.
નોંધનીય છે કે, અમેરિકી સેનેટે ગયા મહિને આ રશિયા પ્રતિબંધ બિલ પસાર કર્યું હતું. જે અંતર્ગત રશિયાથી પેટ્રોલિયમ પદાર્થોના મુખ્ય ખરીદદારો (ચીન, ભારત) પર ૧૦૦ ટકા ટેરિફ લાદવાની મંજુરી આપે છે. તેની પાછળ એવી દલીલ આપવામાં આવી છે કે, આ પ્રકારનો વ્યવસાય રશિયા-યુક્રેનમાં યુદ્ધને વેગ આપી રહ્યો છે.
આ બિલ, લિન્ડસે ઓ ગ્રાહમ સેન્ક્શનિગ રશિયા એન્ડ ઈરાન એક્ટ ઓફ ૨૦૨૬, ગયા મહિને અમેરિકી સેનેટમાં ૮૬-૧૧થી પસાર થયું હતું અને હવે તે ગૃહ સમક્ષ છે. હાઉસ રૂલ્સ કમિટીએ આ કાયદાને વિચારણા માટે આગળ ધપાવ્યો છે.
ડેમોક્રેટિક કોંગ્રેસમેન સ્ટેની હોયર દ્વારા રજૂ કરાયેલા એક સુધારામાં બિલની ગૌણ ટેરિફ જોગવાઈ હેઠળ ૧૦૦ ટકા સુધીની ડ્યુટી માટે પાત્ર ૧૦ દેશોના સ્પષ્ટ નામ આપવાનો પ્રસ્તાવ છે.


