અમેરીકામાં મોંઘવારીનો બોમ્બ ફુટયો
(એજન્સી) વોશીંગ્ટન તા.૧૩:
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વભરના દેશો પર ટેરિફ લાદ્યો છે, તેમણે કહ્યું કે તે અમેરિકા માટે જરૂરી છે. ટેરિફને કારણે ઘણા દેશો સાથે તેમના સંબંધો પણ બગડ્યા મામલો કોર્ટમાં પણ ગયો, સુનાવણી ચાલી રહી છે પરંતુ ટ્રમ્પ ટેરિફથી પાછળ હટ્યા નહીં. અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, અમેરિકા પણ ટેરિફને કારણે નુકસાન સહન કરી રહ્યું છે અને ટ્રમ્પ પોતાના દેશના લોકોનું નિશાન બની ગયા છે. અમેરિકામાં મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો છે. ઓગસ્ટ મહિનામાં ફુગાવાનો દર ઝડપથી વધ્યો છે. ગેસ, કરિયાણા, હોટલ રૂમ, વિમાન ભાડા, કપડાં અને સેકન્ડ હેન્ડ કારના ભાવમાં પણ વધારો થયો છે. ભાવમાં વધારાનો સીધો પ્રભાવ સામાન્ય લોકો પર પડ્યો છે. યુએસ લેબર ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, ઓગસ્ટમાં ર્વાષિક ધોરણે ગ્રાહક ભાવમાં ૨.૯ ટકાનો વધારો થયો છે.


