પુતિન આગામી ગુરૂવારથી ભારતની બે દિવસીય મુલાકાતે  મોસ્કો થી દિલ્હી સુધી રાજદ્વારી ધમધમાટ

પુતિન આગામી ગુરૂવારથી ભારતની બે દિવસીય મુલાકાતે  મોસ્કો થી દિલ્હી સુધી રાજદ્વારી ધમધમાટ

(એજન્સી)             મોસ્કો તા.ર:
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુટીનની આગામી ગુરૂવારથી શરૂ થઈ રહેલી બે દિવસની ભારત યાત્રા પુર્વે મોસ્કોથી દિલ્હી સુધી જબરો ડિપ્લોમેટીક ધમધમાટ છે અને ભારત રશિયા પાસેથી સુખોઈ-૫૭ આધુનિક જનરેશન લડાયક યુદ્ધ જહાજ જેનુ તબકકાવાર ભારતમાં જ ઉત્પાદન થાય તેવા કરાર અને દેશના અવકાશી છત્ર જેવા એસ-૫૦૦ એર ડિફેન્સ સીસ્ટમ સહિતની ખરીદીના કરાર થશે જે બન્ને દેશો વચ્ચેનો સૌથી મોટો સંરક્ષણ સોદો બની રહેશે. સૌથી મહત્વનું એ છે કે આ સોદા પુર્વે પુટીન રશિયન સંસદની મંજુરી મેળવશે. રશિયાની સંસદનું નીચલું ગૃહ આજે ભારત સાથેના એક મહત્વપૂર્ણ સંરક્ષણ સમજૂતીને મંજૂરી આપવા માટે મતદાન કરશે. આ મતદાન ભારત-રશિયા પરસ્પર લોજિસ્ટિક્સ એક્સચેન્જ (ઇઈન્ર્ંજી) પર થશે. આ મતદાન રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત યાત્રા પહેલાં યોજાઈ રહ્યું છે.