જૂનાગઢની જાણીતી શૈક્ષણીક સંસ્થા પટેલ કેળવણી મંડળના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી

જૂનાગઢની જાણીતી શૈક્ષણીક સંસ્થા પટેલ કેળવણી મંડળના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી

જૂનાગઢ તા.૧૬
જૂનાગઢની જાણીતી શૈક્ષણીક સંસ્થા પટેલ કેળવણી મંડળના મેનેજિંગ ટ્રસ્ટી કાંતિભાઈ ગોરધનભાઈ ફળદુના અધ્યક્ષ સ્થાને તા. ૧૪/૧૨/૨૦૨૫ના રોજ કારોબારી સમિતિની મીટીંગ રાખવામાં આવેલ હતી. જેમાં આગામી બે વર્ષ ૨૦૨૫-૨૦૨૬, ૨૦૨૬-૨૦૨૭ માટે સંસ્થાના પ્રમુખ તરીકે ટ્રસ્ટીશ્રી CA સવજીભાઈ મનજીભાઈ મેનપરાની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે. સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ રતિભાઈ ડાયાભાઈ મારડિયાની ઉપપ્રમુખ અને મંત્રી તરીકે, શિરીષભાઈ કરમશીભાઈ સાપરિયાની ખજાનચી અને મંત્રી તરીકે, કિશોરભાઈ મેંદપરાની મંત્રી તરીકે તથા એક્ઝિક્યુટિવ સેક્રેટરી તરીકે સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર ડો. ડી. એ. ડઢાણીયાની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે. સંસ્થાની કારોબારી સમિતિમા શિક્ષણ ક્ષેત્રના તજજ્ઞો, ડોક્ટરો, સામાજિક સંસ્થાઓ સાથે જાેડાયેલા આગેવાનો, ઉદ્યોગપતિઓ તથા ખેડૂત અગ્રણીઓનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. આ મીટીંગના અધ્યક્ષ અને મેનેજીંગ ટ્રસ્ટી કાંતિભાઈ જી. ફળદુ તથા ઉપસ્થિત સૌ સભ્યોએ નવ-નિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છા પાઠવેલ હતી.
સંસ્થાના પ્રમુખ CA સવજીભાઈ એમ. મેનપરાએ નવનિયુક્ત સભ્યોને આવકારી, દરેક સભ્યોને નિપુણતા મુજબ સંસ્થાના વિકાસ કાર્યોમાં સક્રિય રીતે રસ લેવા અનુરોધ કર્યો હતો. પટેલ કેળવણી મંડળ સંચાલિત શાળા-કોલેજાેના સ્ટાફ તથા વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન મેળવેલ સિદ્ધિઓનો ઉલ્લેખ કરી મેળવેલ સિદ્ધિઓ માટે સંલગ્ન આચાર્યો, સ્ટાફ તથા વિદ્યાર્થીઓના માતા-પિતાને શુભેચ્છા પાઠવી, આ જ રીતે બાળકોના સર્વાંગી વિકાસ માટે આગળ વધવાની વાત પર ભાર મૂક્યો હતો તથા ભવિષ્યમાં સંસ્થા દ્વારા કરવામાં આવનાર વિકાસ કાર્યોની વિસ્તૃત રૂપરેખા રજૂ કરેલ હતી.
સંસ્થા દ્વારા ભવિષ્યમાં હાથ ધરવામાં આવનાર વિકાસ કાર્યો વિશે પણ ગહન ચર્ચા કરવામાં આવેલ હતી. જેમાં ટ્રસ્ટીઓ રતિભાઈ મારડિયા, શિરીષભાઈ સાપરિયા, કિશોરભાઈ મેદપરા, ડૉ. જે. એન. જસાણી, ભાવિનભાઈ જે. છત્રાળા, વિનુભાઈ પાડોદરા, તેમજ સભ્યો ડૉ. એચ. એલ. કણસાગરા, ડૉ. વી. એ. ટીલવા, મનુભાઈ દેકીવાડીયા, વિજયભાઈ ત્રાંબડીયા, ઝીણાભાઈ મેંદપરા, કિરીટભાઈ ભીમાણી તથા અન્ય સભ્યોએ પોતપોતાના મંતવ્યો રજૂ કરેલ હતા.
તમામ સભ્યોએ મેનેજિંગ ટ્રસ્ટી કાંતિભાઈ ફળદુ તથા પ્રમુખ CA સવજીભાઈ મેનપરાના માર્ગદર્શન નીચે સંસ્થાની પ્રગતિ માટે ખભે ખભા મિલાવીને હંમેશા તૈયાર રહેવાની ખાતરી આપેલ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. ડી. એ. ડઢાણીયા એ કરેલ હતું.